Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ટ્રેનમાં એક વર્ષમાં ૧પ૭ કરોડ રૂપિયાનો સામાન ચોરાયોઃ મહારાષ્ટ્ર સૌથી મોખરે

 

મુંબઇ તા. ૧પ :.. દેશમાં ટ્રેન-સર્વિસમાં થતા ગુનાને લગતી રેલવેની અમુક આશ્ચર્યજનક માહિતી વિશે જાણવા મળ્યું છે, જેમાં ટ્રેનોમાં ચોરી થવા વિશે મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે છે. અને મધ્ય પ્રદેશ બીજા સ્થને છે. ગુજરાત, દિલ્હી અને તામિલનાડુનો મોખરાનાં પાંચ રાજયોમાં સમાવેશ છે. આ વિશે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ તાજેતરમાં પ્રકાશિત કરેલા એક અહેવાલમાં રજૂઆત કરી છે. જો કે એમાં યુપીમાં ટ્રેનમાં ચોરીનાં કિસ્સા વિશે જાણકારી આપવામાં આવી નથી. અહેવાલ પ્રમાણે ટ્રેનમાં ચોરીના ૭૪,૦૦૦ કેસ નોંધાયા છે, જેમાં લગભગ ૧પ૭ કરોડની સંપતિ ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

બે વર્ષમાં ૪પ% પ્રમાણ વધ્યું

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ અનુસાર દેશમાં ટ્રેનોમાં આચરવામાં આવતા ગુનામાં બે વર્ષમાં લગભગ ૪પ ટકા જેટલો વધારો થયો છે. અહેવાલ પ્રમાણે ર૦૧૭ માં ટ્રેનમાં ૧૧ લાખ કરતાં વધારે ગુના થયા હતાં. એમાં ૭૦ ટકા કરતાં વધુ ચોરી અને લૂંટફાટને લગતા બનાવ બન્યા હતાં. ર૦૧૭ માં રેલ્વેમાં ચોરીના ૭૪,૩૧૭ કેસ નોંધાયા હતાં. જેમાં ૧ર,૦૦૦ કરતાં વધુ મેટ્રો રેલને લગતા હોવાનું સામે આવ્યું છે.

ટ્રેનોમાં અપરાધની આંકડાબાજી

વર્ષ

કેસ

ર૦૧પ

૯,૪ર,રપ૮

ર૦૧૬

૧૦,૬૮,૮પ૯

ર૦૧૭

૧૧,૧પ,૮૩૯

મહારાષ્ટ્ર ટોપ પર

ટ્રેનમાં ચોરીના ૬૦ ટકા કેસ મુખ્ય પાંચ રાજયોમાં નોંધાયા છે.

મહારાષ્ટ્ર

૩૧,૮પ૭

મધ્ય પ્રદેશ

પ૦પ૦

દિલ્હી

૪૧૪૯

ગુજરાત

૧૮પ૮

આંધ્ર પ્રદેશ

૧૭૯ર

(11:33 am IST)