Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાફેલ મુદે પાયાવિહોણા અને ધ્વેષપૂર્ણ પ્રચારકર્તાઓને સુપ્રિમનો ચુકાદો જવાબ છેઃ અમિતભાઇ શાહ

નવી દિલ્હીઃ  તા.૧૫, સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, રિવ્યૂ પિટિશન પરનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો બદઇરાદા સાથે પાયાવિહોણા પ્રચાર અભિયાન ચલાવનારા નેતાઓ અને પાર્ટીઓને જડબાતોડ જવાબ છે. હવે પુરવાર થઇ ગયું છે કે. રાફેલ મુદ્દે સંસદમાં જે રીતે ધાંધલ મચાવવામાં આવી તે અત્યંત શરમજનક હતી. સંસદમાં રાફેલ સોદા મુદ્દે વેડફાયેલો સમય જનકલ્યાણના અન્ય કામો માટે વાપરી શકાયો હોત. રાષ્ટ્રહિતને તાક પર ચડાવી અંગત રાજનીતિ કરનારાઓએ માફી માગવી જોઇએ. પાયાવિહોણો અને દેપપૂર્ણ પ્રચાર કરનારાઓને સુપ્રીમ કોર્ટનો ચુકાદો જવાબ આપે છે. આ ચુકાદાએ ફરી એકવાર મોદી સરકાર ભ્રષ્ટાચારમુકત અને પારદર્શક હોવા પર મહોર મારી છે.

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, રાહુલે દેશની જનતાની માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ ન કેવળ મોદીને ચોર કહ્યા પરંતુ ફાન્સના વડા પ્રધાનનાં નિવેદનો અંગે પણ બુ ચલાવ્યું હતું. આજે દેશની જનતા જાણવા માગે છે કે, રાહુલ ગાંધીને ક સત્ત્।ાઓ સમર્થન આપી રહી હતી?

 કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે. કોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા વિના ભાજપ ઉજવણીઓ ન કરે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રાફેલ વિમાન સોદામાં થયેલા ભ્રષ્ટાચારની સ્વતત્ર તપાસાના માર્ગ ખુલ્લા કરી દીદ્યા છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, પોલીસ, સીબીઆઇ જેવી કોઇપણ એજન્સી સ્વતંત્ર તપાસ શરૂ કરી શકે છે. કોર્ટે કોંગ્રેસની અપીલને ન્યાય આપતા જણાવ્યું છે કે. બંધારણના આટિંકલ ૩ર અંતગંત સુપ્રીમ પાસે મર્યાદિત અધિકારો છે.

(11:27 am IST)