Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

૨૦૧૬માં વાયુ પ્રદૂષણથી ૫ લાખના મોત : હાલની સ્થિતિ વધુ ભયંકર

સૌથી વધુ કોલસાના પ્રદૂષણથી ૯૭ હજાર લોકો શિકાર બન્યા હતા

નવી દિલ્હી,તા.૧૫: દેશમાં ત્રણ વર્ષ પહેલા વાયુ પ્રદુષણના ખતરનાક સ્તર પર પહોંચવાના કારણે પાંચ લાખથી વધુ લોકોને અસમય મૃત્યુનો શિકાર બનવું પડયું હતું તેમાં પણ સૌથી વધુ કોલસાથી પ્રદુષણ થયા હતા પરંતુ દેશમાં વાયુ પ્રદૂષણના હાલની સ્થિતિ વર્ષ ૨૦૧૬થી પણ વધુ ખરાબ છે. આ દાવો ગઇ કાલે જાહેર એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય તેમ જ જળવાયું પરિવર્તન પર ધ લેસેન્ટ કાઉન્ટડાઉન નામના આ રીપોટમાં એ પણ ચેતવણી આપવામાં આવી કે જો દેશમા ંકોલસન  આધારિત ઉર્જાેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો નહીં તો સ્થિતિ વધુ ખરાબ થશે આ રીપોર્ટમાં કોલસાનો ઉપયોગ જલ્દીથી શૂન્ય લાવવા પર જોર આપવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે પેરિસ જળવાયું કરારની પ્રતિબધ્ધતાઓને પૂર્ણ કરવા માટે તે સૌથી મહત્વનું પગલું છે.

સંયુકત રાષ્ટ્રની એજન્સીઓની દરેક ટાપુઓમા ંહાલની શાખાઓ અને ૩૫ અગ્રણી શિક્ષણ સંસ્થાખનોની  શોધ અને સહમતિ પર આધારિત રીપોર્ટમાં કેહવામાં આવ્યું છે કે વૈશ્વિક ઉર્જા સપ્લાયમાં તેલ બાદ કોલસાનું યોગદાન બીજા નંબર પર છે. વૈશ્વિક વિદ્યુત ઉત્પાદનના સૌથી વધુ ૩૮ ટકા ભાગીદારી કોલસાની છે. જ્યારે બીજા નંબર પર હાલના ગેસના અંદાજે ૨૩ ટકા વીજળી બની રહી છે. રીપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોલસાથી થતી કુલ પ્રાથમિક ઉર્જા સપ્લાઇમાં વધુ પડતો વધારો એશિયા, ખાસ કરીને ચીન, ભારત તેમજ દક્ષિણ -પૂર્વી એશિયાઇ દેશોમાં નોંધવામાં આવી છે.

(11:26 am IST)