Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં સંકારા આઇ ફાઉન્ડેશન (SEF)નો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ ભારતની બિહાર, હૈદ્દાબાદ,ઇંદોર, તથા મુંબઇ સ્થિત હોસ્પિટલો માટે ૩ લાખ ડોલરનું ડોનેશન ભેગુ થઇ ગયું: પદમશ્રી તથા SEFના ફાઉન્ડર ડો.આર.વી. રામાણીનું બહુમાન કરાયું

કેલિફોર્નિયાઃ તાજેતરમાં ૯ નવેં.૨૦૧૯ના રોજ યુ.એસ.ના ફ્રેમોન્ટ કેલિફોર્નિયામાં સંકારા આઇ ફાઉન્ડેશન (SEF)નો બેન્કવેટ તથા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં પદમશ્રી તથા SEF ફાઉન્ડર ડો.આર.વી.રામાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ તકે ભારતના બિહાર,હૈદ્દાબાદ,ઇન્દોર તથા મુંબઇની આંખની હોસ્પિટલ માટે ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું.

ઉલ્લેખનીય છે કે સંકારા આઇ ફાઉન્ડેશન આંખોની સારવાર માટે મદદરૂપ થવા છેલ્લા ૪૨ વર્ષથી કાર્યરત છે. તથા યુ.એસ.માં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે.

(7:30 pm IST)