Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બ્રિટન સિવાયના ૩૦ થી વધુ દેશોએ પણ ભારતના રસી પ્રમાણપત્રને માન્યતા આપી

નવી દિલ્હીઃ બ્રિટન સિવાય ૩૦ થી વધુ દેશોએ પણ ભારતના રસી પ્રમાણપત્રને માન્યતા આપી છે. જે દેશોએ માન્યતા આપી છે તેમાં યુકે ઉપરાંત ફ્રાન્સ, જર્મની, નેપાળ, બેલારુસ, લેબેનોન, આર્મેનિયા, યુક્રેન, બેલ્જિયમ, હંગેરી અને સર્બિયાનો સમાવેશ થાય છે. આ સિવાય, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના અને ચીન એવા કેટલાક દેશો છે કે જેમના પ્રવાસીઓને ભારત આવવા માટે જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. આમાં ભારત પહોંચ્યા બાદ કોવિડ ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે.

(3:36 pm IST)