Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ રહેવાના સંકેતો : તમામની નજર

ફેડ રેટ રિવ્યુ, જીએસટી બેઠક, પેકેજને લઇને સીધી અસર થશે : જીએસટી કાઉન્સિલની ૨૦મીએ મળનારી મિટિંગ ઉપર રોકાણકારોની નજર આજે ડબલ્યુપીઆઈ આંક જારી : સરકારના પગલાથી તેજી રહેવાના સંકેત

મુંબઇ, તા.૧૫ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે. નવા કારોબારી સત્રમાં માઇક્રોઇકોનોમિક પરિબળોની અસર પણ જોવા મળી શકે છે. સોમવારના દિવસે જારી કરવામાં આવનાર ઓગષ્ટ મહિના માટેના હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) ડેટા પર તમામની નજર રહેશે. જુલાઇ મહિનામાં દેશમાં હોલસેલ પ્રાઇસ ફુગાવાનો આંકડો ૨૫ મહિનાની નીચી સપાટી પર રહ્યો હતો. જુલાઇમાં આ આંકડો ૧.૦૮ ટકા રહ્યો હતો. જુનમાં આ આંકડો ૨.૦૨ ટકા રહ્યો હતો. આવી જ રીતે ફોરેન રિઝર્વ ડેટા અને વર્તમાન એકાઉન્ટ ડેફિસીટ નો આંકડો જારી કરવામાં આવનાર છે. આ કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલી સીતારામનની જાહેરાત બાદ બજારમાં તેજી રહી શકે છે. ૧૯મી સપ્ટેમ્બરના દિવસે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે સીતારામન બેઠક યોજનાર છે. જેમાં આરબીઆઇ રેટ કાપના અસરકારક અને પુરતા પ્રમાણમાં ટ્રાન્સમિશનની પોલીસી પર નિર્ણય લેવામાં આવી શકે છે. શેરબજારમાં જે પરિબળોની અસર થનાર છે તેમાં સ્ટીમ્યુલસ પગલાની અસર, જીએસટી કાઉન્સિલની બેઠક, ફેડ રીઝર્વ બેંકના પગલાની અસર જોવા મળનાર છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે ગોવામાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાનાર છે જેમાં જુદા જુદા સેક્ટર દ્વારા કરવામાં આવી રહેલી માંગ વચ્ચે કેટલાક નિર્ણય કરવામાં આવી શકે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ઓટો, પસંદગીના એફએમસીજી અને અન્ય વસ્તુઓ માટે રેટમાં વિચારણા કરવામાં આવી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને પ્રવાહી સ્થિતીની અસર પણ જોવા મળી શકે છે. રોકાણઁકારોમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. સાથે સાથે આર્થિક આંકડા પણ આશાસ્પદ દેખાઇ રહ્યા છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મુડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૦૩૧.૦૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો કે ડેબ્ટ માર્કેટમાં ત્રીજી સપ્ટેમ્બરથી ૧૩મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં ૩૮૭૨.૧૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ નેટ ઇનફ્લોનો આંકડો ૧૮૪૧.૧૭ કરોડ રૂપિયાનો રહ્યો છે.

     સતત ત્રણ સપ્તાહ સુધી વેચવાલીનુ મોજુ રહ્યા બાદ વિદેશી રોકાણકારો દ્વારા ફરી એકવાર લેવાલી શરૂ કરવામાં આવી છે. આનાથી નવી આશા જાગી છે. અર્થવ્યવસ્થામાં રહેલી સુસ્તીને દુર કરવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારામને ગઇકાલે અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણાંમંત્રીએ અર્થવ્યસ્થા માટે રાહતની જાહેરાતો કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. એકબાજુ બેંકો પાસેથી લોનના પ્રભાવને વધારવાના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે. ભારતમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ યોજના (એમઈઆઈએસ)ની જગ્યા પર નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓ પર ચાર્જ અને કરવેરાની વાપસીની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દેશમાંથી વાણિજ્ય વસ્તુઓની નિકાસ સંબંધિત યોજનાઓ (એમઈઆઈએસ) વસ્ત્રો માટે ૩૧મી ડિસેમ્બર સુધી અમલી રહેશે. આજે શ્રેણીબદ્ધ જાહેરાતોને લઈને પહેલાથી જ ભારે ઉત્સકુતા પ્રવતિ રહી હતી. ફેડરેટ રિવ્યુ, જીએસટી બેઠક અને અન્ય વિવિધ પરિબળોની શેરબજાર ઉપર સીધી અસર રહેશે. રિયાલીટી, ઓટો, મેટલ કાઉન્ટરો પર નજર રહેશે.

(8:07 pm IST)