Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ઈમરાન ખાન પીઓકે વીઝા લઈને આવે :જમ્મુ કાશ્મીરના ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું તડને ફડ

જમ્મુ કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાના નિશાને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન આવ્યા છે. રવિન્દ્ર રૈનાએ જણાવ્યુ કે, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પીઓકે વીઝા લઈને આવે કેમ કે, જે પીઓકેમાં ઈમરાન ખાન સભા સંબોધી રહ્યા છે. તે ભારતનો અભિન્ન હિસ્સો છે. ઈમરાન ખાન પીઓકેમાં લોકોને બંદૂક ઉઠાવવા માટે ભડકાવી રહ્યા છે. જેથી આ પ્રકારના નિવેદન આપતા પહેલા ઈમરાન ખાને પોતાનું ઘર સંભાળવુ જોઈએ.

રવિન્દ્ર રૈનાએ કહ્યુ કે, હવે એ દિવસો દૂર નથી કે, પીઓકેમાં શારદાનું મંદીર હશે અને આ મંદિરમાં પૂજા-અર્ચન પણ કરવામાં આવશે. રવિન્દ્ર રૈનાએ આ પ્રકારનું નિવેદન દિલ્હીમાં કાશ્મીરી પંડિતોના એક કાર્યક્રમમાં આપ્યું હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિત હાજર રહ્યા હતા.

 

(1:46 pm IST)