Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

મૂર્તિઓ પર હુમલા કરી આ મહાપુરુષોની મહાનતા એક અંશને પણ તમે હલાવી નહી શકો.: પ્રિયંકા ગાંધી

મહાત્મા ગાંધીજીની મૂર્તિ તોડનારા પર પ્રિયંકાનો ગુસ્સો ફૂટ્યો; ગણાવ્યા કાયર

લખનૌ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડનારાઓની આકરી ટીકા કરી છે.  પ્રિયંકાએ ટ્વિટ કરી હતી કે, કેટલાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં બાબા સાહેબની મૂર્તિને અસામાજીક તત્વોને તોડી હતી. હવે જાલૌનમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તોડી નાંખી છે, મૂર્તિ તોડનારા કાયર, જીવનમાં આજ તમારી ઉપલબ્ધિ છે કે રાતના અંધરામાં સંતાઇને તમે દેશના મહાપુરુષોનું અપમાન કરવાના પ્રયત્નો કરી રહ્યા છો? મૂર્તિઓ પર હુમલા કરી આ મહાપુરુષોની મહાનતા એક અંશને પણ તમે હલાવી નહી શકો.

   જાલૌનમાં ગાંધી ઇન્ટર કોલેજમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને કેટલાક અજાણ્યા લોકોએ તોડી નાંખી હતી. કોલેજમાં થયેલી તોડફોડની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૂર્તિને ફરીથી સ્થાપિત કરી હતી. પોલીસ હાલમાં આરોપીઓની તપાસ કરી રહી છે.

   મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાની ઘટનાના વિરોધમાં રાજકીય દળોના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

ઉત્તર પ્રદેશમાં મહાપુરુષોની પ્રતિમા ખંડિત કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા રાજ્યના આઝમગઢ, મેરઠ જેવા અલગ-અલગ શહેરોમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને તોડવાની ઘટના સામે આવી ચૂકી હતી.

(12:39 am IST)