Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યલાયમા ત્રિરંગો ફરકાવ્યો :દેશવાસીઓને આપી શુભેચ્છા

સ્વતંત્રતા દિવસ સમારોહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, મોતીલાલ વોરા સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 72માં સ્વતંત્રતા દિવસના અવસરે કોંગ્રેસ મુખ્યાલયમાં તિરંગો ફરકાવ્યો  હતો અને દેશવાસિઓને શુભેચ્છા આપી હતી રાહુલ ગાંધીએ સવારે આશરે 10 કલાકે કોંગ્રેસ મુખ્યાલયમાં ધ્વજારોહણ કર્યું અને બાળકોને મિઠાઇઓ આપી હતી    કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજીત સ્વતંત્રતા દિવસ સમારોહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, મોતીલાલ વોરા સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ સિવાય પાર્ટીના કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી.

(10:42 pm IST)