Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મધ્યપ્રદેશના પીકનીક સ્પોટ સુલ્તાનગઢના ધોધમાં 11 લકો તણાયા : એકાદ ડઝન લકો હજુ ફસાયેલા:તંત્ર દ્વારા હેલીકોપ્ટરની મદદ લેવાઈ

અચાનક પાણીનો પ્રવાહ વધતા લકો પહાડ પર ફસાઈ ગયા :તમામ પ્રવાસીઓ ગ્વાલિયરના : રેસ્ક્યુ માટે ગ્વાલિયર અને શિવપુરથી ટુકડીઓ પહોંચી એસડીઆરએફની ટીમ પણ દોડી

 

મધ્યપ્રદેશમાં એક પિકનીક સ્પોટ પર 11 લોકો તણાયા છે હજુ પણ આશરે 12 જેટલા પ્રવાસીઓ ફસાયેલા છે જ્યારે કે સાત જેટલા લોકોને બચાવી લેવાયા છે

  આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સુલ્તાનગઢ વોટરફોલની.તંત્ર દ્વારા હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આ તમામ પ્રવાસીઓ ગ્વાલિયરના છે. અને તેઓ અહીં સુલ્તાનગઢ ધોધના પ્રવાસે આવ્યા હતા. પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા આ લોકો નદીના ખડક પર જ ફસાઇ ગયા. જ્યારે કે કેટલાક લોકો પાણીના વહેણમાં તણાઇ ગયા. તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે ગ્વાલિયર અને શિવપુરથી ટુકડીઓને બોલાવવામાં આવી છે.

  આ ઉપરાંત એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. અંધકાર થવાના કારણે બચાવ ટુકડીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વોટરફોલમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. અને પ્રવાસીઓ ચારે તરફથી પાણીમાં ઘેરાઇ ગયા હતા. જેમાંથી કેટલાક પ્રવાસીઓએ 100 ફૂટની ઉંચાઇ પરથી ધોધમાં નીચે ખાબક્યા હતા. આ પ્રવાસન સ્થળ ગ્વાલિયર-શિવપુરીની સરહદ પર શિવપુરી જિલ્લાના ભાનગઢ પાસે આવેલું છે.

 

(10:16 pm IST)