Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

શ્રીનગરમાં લાલચોક પર 28 વર્ષ પહેલા મુરલી મનોહર જોશી સાથે નરેન્દ્ર મોદીએ લહેરાવ્યો હતો તિરંગો

ભાજપ દ્વારા કન્યાકુમારીથી એકતા યાત્રા શરૂ કરતાં 26 જાન્યુઆરી 1992માં લાલચોકમાં તિરંગો લહેરાવી તેને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી

શ્રીનગરમાં લાલચોક પર 28 વર્ષ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે જોશી ટીમના સભ્ય હતા જે આતંકવાદ સામે શ્રીનગરમાં લાલ ચોકમાં ધ્વજવંદન ફરકાવવા પહોંચ્યા હતા. જો કે ત્યારબાદ અત્યાર સુધી 28 વર્ષમાં હજુ સુધી લાલચોક પર તિરંગો ધ્વજ વંદન કરવામાં આવ્યું નથી.

1992માં લાલચોક પર પ્રથમવાર કાશ્મીરમાં અલગાવવાદિયો, આતંકીઓ અને મુખ્યધારાની રાજકારણ કરનારા રાજકીય દળો, રાષ્ટ્રવાદીઓ અને સુરક્ષાદળો માટે પ્રથમવાર પ્રતિષ્ઠાનો સવાલ હતો. ભાજપ દ્વારા કન્યાકુમારીથી એકતા યાત્રા શરૂ કરતાં 26 જાન્યુઆરી 1992માં લાલચોકમાં તિરંગો લહેરાવી તેને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.

ભાજપ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ ઘાટીમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ થઇ ગઇ હતી. કાશ્મીરમાં સ્થિતિ વિસ્ફોટક બની ગઇ હતી. ભાજપ દ્વારા એકતા યાત્રા પુર થયા પહેલા આતંકીઓએ પોલિસે મુખ્યાલયમાં ગ્રેનેડ દ્વારા વિસ્ફોટ કર્યો હતો.

જો કે સ્થિતિને ધ્યાનમાં રાખતાં તત્કાલીન પ્રશાસને મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓને પ્લેન દ્વારા શ્રીનગર પહોંચ્યા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 મિનિટ સુધી મુરલી મનોહર જોશી તેમજ ટીમના સભ્યોમાં સામેલ નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ તિરંગો લહેરાવ્યો હતો.

જો કે આ દરમિયાન આતંકીઓએ રોકેટ દ્વારા હુમલો પણ કર્યો પણ નિશાને લાગ્યું નહોતું. જો કે ત્યારબાદ બધા નેતા સુરક્ષિત પરત ફરી ગયા હતા. જો કે હાલમાં નરેન્દ્ર મોદીની સરકાર છે, રાજ્યમાં ગર્વનર શાસન છે તેમ છતાં લાલચોક પર કોઇને તિરંગો લહેરાવાની અઘોષિત રીતે મંજૂરી નથી.

(12:32 pm IST)