Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મહારાષ્ટ્ર એટીએસએ આતંકના મુખ્ય આરોપીના ઘરેથી ૧૦ પિસ્તોલ કબ્જે કરી : ત્રણેય આરોપીઓ હથિયારો બનાવવાની ફેકટરી ચલાવી રહ્યા હતા કે કેમ તે અંગે તપાસ આરંભાઇ, હિંદુ રાષ્ટ્ર બનાવવા આર્મી ઉભી કરવા અંગે પણ તપાસ કરાશે : એટીએસ

મુંબઇ : ગયા અઠવાડિયે કટ્ટરવાદી હિંદુવાદી જુથના સભ્યના ઘરે દરોડા પાડયા બાદ મહારાષ્ટ્ર એટીએસ ગૌવંશ રક્ષા સમિતિના સભ્ય સહિત ત્રણની ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી વૈભવના ઘરેથી રવિવારે તેને ત્રણ પિસ્તોલ મળી આવી છે. એટીએસના ટોચના અધિકારીએ કહ્યું છેક ે, વૈભવના ઘરેથી ૧૦ પિસ્તોલ કબ્જે કરવામાં આવી છે. ત્રણ આરોપીઓની પુછપરછને આધારે આ પિસ્તોલ કબ્જે કરવામાં આવી છે. આ પિસ્તોલો ઉત્તરપ્રદેશમાંથી લાવવામાં આવી હોય તેવી શકયતા છે.

(12:19 pm IST)