Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

દેશના ૭૨માં સ્વાતંત્રય પર્વની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

લાલ કિલ્લા પરથી કર્યું સંબોધનઃ સરકારની તમામ યોજનાઓ ગણાવીઃ ૨૦૧૩ની તુલનામાં છેલ્લા ચાર વર્ષમાં તેમની સરકારે વિકાસને નવી ગતી આપી છેઃ જીએસટી, એમએસપી, બેનામી સંપત્તિ કાયદા મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 72 માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારની તમામ યોજનાઓ પણ ગણાવી અને ઘણા મોટા એલાન પણ કર્યા. પીએમ મોદીએ પોતાના 82 મિનિટના ભાષણમાં વિપક્ષ પર ઘણા હુમલા કર્યા અને જણાવ્યુ કે કેવી રીતે 2013 ની તુલનામાં છેલ્લા ચાર વર્ષોમાં તેમની સરકારે વિકાસને નવી ગતિ આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72 માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો. આ ભાષણ એટલા માટે ખાસ હતુ કારણકે આ પ્રધાનમંત્રી તરીકે તેમના પહેલા કાર્યકાળનું અંતિમ ભાષણ હતુ. આ પ્રસંગે પીએમ મોદીએ ઘણા મુદ્દાઓના સહારે કોંગ્રેસની નિષ્ફળતાઓને યાદ કરી. પીએમ મોદીના છેલ્લા ભાષણમાં લાલ કિલ્લા પરથી રાજકીય રંગ પણ જોવા મળ્યા. પીએમ મોદીના ભાષણમાં 2019 ની ચૂંટણીની દસ્તક પણ સંભળાઈ. તેમણે કહ્યુ કે દેશ એ જ છે, ધરતી એ જ છે, હવાઓ એ જ છે, સરકારી કાર્યાલયો એ જ છે, નિર્ણય પ્રક્રિયા કરનારા લોકો એ જ છે, ફાઈલો એ જ છે, પરંતુ દેશ ચાર વર્ષેમાં ફેરફાર અનુભવી રહ્યો છે. દેશ નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.

એમએસપી પર કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે ખેડૂતોને મૂળ કિંમતના ડોઢ ગણુ એમએસપી આપવામાં આવ્યુ. વધુ એમએસપીની માંગ વર્ષોથી કરાતી આવતી હતી. ખેડૂતોથી લઈ કૃષિ વિશેષજ્ઞો સુધી બધાએ આને વધારવાનો અનુરોધ કર્યો હતો પરંતુ કંઈ થયુ નહિ. ખેડૂતોના આશીર્વાદથી કેન્દ્ર સરકારે એમએસપી વધારવાનો નિર્ણય કર્યો. દેશમાં જીએસટી લાગુ થઈ ગયો છે અને નવો વિશ્વાસ પેદા થયો છે. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પરંતુ દેશ હવે આગળ વધી ગયો છે.

પીએમ મોદીએ કહ્યુ કે જીએસટી પણ દરેક જણ ઈચ્છતા હતા પરંતુ નિર્ણય નહોતા થઈ શકતા. રાજકારણ-ચૂંટણીના દબાણ રહેતા હતા. દેશના નાના વેપારીઓના કારણે, તેમના ઓપન માઈન્ડના કારણે દેશમાં જીએસટી લાગુ થયો છે. પીએમ મોદીએ કહ્યુ કે બેંકરપ્સી કાયદા માટે કોણે રોક્યા હતા? બેનામી સંપત્તિનો કાયદો પહેલા કેમ નહોતો બન્યો? અમે હિંમતથી નિર્ણયો લઈએ છીએ. અમે પક્ષના હિતમાં નહિ દેશના હિતમાં નિર્ણયો લઈએ છીએ. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરી રહી છે. પૂર્વોત્તર ભારતના વિકાસ સાથે જોડાઈ રહ્યો છે. ચાર વર્ષોમાં નોર્થ ઈસ્ટને ભારત સાથે લાવીને ઉભો રાખી દીધો છે.

સૈનિકોના વન રેંક વન પેન્શન પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે તે કહેતા નહોતા સૈનિકો વચ્ચે પણ વન રેંક વન પેન્શન લાગુ કરવાના અવાજો ઉઠી રહ્યા હતા. દેશના જવાનો માટે ઘણા વર્ષોથી પેન્ડીંગ વન પેન્શનને અમે લાગુ કર્યુ. REFORM, PERFORM, TRANSFORM ના મોડેલ ચાલીને અમે ઘણા કામો કર્યા છે.

 

(12:31 pm IST)