Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સાથે ચૂંટણીનો વિચાર સારો વિચાર : નીતિશ

વર્તમાન ચૂંટણીમાં શક્ય નથી

નવી દિલ્હી,તા. ૧૪ : એક દેશ એક ચૂંટણી ઉપર ફરી એકવાર દેશભરમાં નવી ચર્ચા છેડાઈ ગઈ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં આ બાબત શક્ય દેખાઈ રહી નથી પરંતુ વન નેશન વન ઇલેક્શનને લઇને વિચારણા ખુબ સારી છે. નીતિશકુમારે આનું સમર્થન કર્યું હતું. બિહાર વિધાનસભાની અવધિ પૂર્ણ થવા આડે હજુ બે વર્ષનો ગાળો રહ્યો છે. પટણામાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતુ ંકે, આ ઇલેક્શનમાં આ સ્થિતિ શક્ય દેખાઈ રહી નથી. લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણી વર્તમાન ઇલેક્શનમાં શક્ય નથી પરંતુ વૈચારિકરીતે આ યોજના સારી છે. આ મામલા પર ચૂંટણી પંચે પણ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનરનું કહેવું છે કે, તબક્કાવારરીતે પ્રયાસ કરવામાં આવે તો કેટલાક રાજ્યોમાં ચૂંટણી શક્ય હોઈ શકે છે. ૧૦થી ૧૧ રાજ્યોમાં સાથે ચૂંટણી શક્ય રહેલી છે તેવા સંકેત મળ્યા બાદ આને લઇને નવી ચર્ચા છેડાઈ ગઈ છે. અમિત શાહના પત્ર બાદ આ મામલો ફરી એકવાર ગરમ બન્યો છે.

(12:00 am IST)