Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મહારાષ્ટ્રની શાન મુંબઇની લોકલ ટ્રેન આતંકવાદીઓના નિશાના ઉપરઃ બોમ્‍બથી ઉડાડી દેવા અલ કાયદાની ધમકીથી સુરક્ષા તંત્રમાં દોડધામ

મુંબઇઃ મહારાષ્ટ્રની શાન મુંબઈની લોકલ ટ્રેન હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહી છે. શુક્રવારની સવારે આતંકવાદી સંગઠને મુંબઈની લાઈફલાઈન લોકલને ધમાકામાં ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સંદેશ મળતા જ પોલિસ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. લોકલ ઉડાવવાની ધમકી આતંકી સંગઠને મેલ દ્વારા આપી છે.

મળતી માહિતી અનુસાર એક કુખ્યાત આતંકી સંગઠને મુંબઈ લોકલ ટ્રેનને ધમાકામાં ઉડાવી દેવાની ધમકી એક ઈમેલ દ્વારા આપી છે. આ ઈમેલ અલકાયદા નામના આતંકી સંગઠને પશ્ચિમ રેલવે વિભાગમાં વરિષ્ઠ સ્તરે મોકલ્યો છે. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ કડીમાં પશ્ચિમ રેલવે માર્ગને વધુ સુરક્ષિત રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોલિસે રેલવે પોલિસને પણ વધુ સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. આ મામલે હજુ વધુ જાણકારી મળી નથી.

(5:45 pm IST)