Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વિહિપ - બજરંગદળ ધાર્મિક ઉગ્રવાદી સંગઠન : RSS રાષ્‍ટ્રવાદી સંગઠન : CIA

બંને સંગઠનો લાલઘુમ : કાનુની કાર્યવાહીની ચીમકી

નવી દિલ્‍હી તા. ૧૫ : અમેરિકાની ગુપ્તચર એજન્‍સી CIA તરફથી વિશ્વ હિન્‍દુ પરિષદ (VHP) અને બજરંગ દળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન તથા RSSને એક રાષ્ટ્રવાદી સંગઠન ગણાવ્‍યું છે. CIA દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્‍ડ ફેક્‍ટ બુકમાં VHP અને બજરંગ દળને રાજકીય દબાણ સમૂહની શ્રેણીમાં સ્‍થાન આપેલ છે. CIAની ફેક્‍ટબુકમાં VHP અને બંજરગ દળ ઉપરાંત રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ RSSનો ઉલ્લેખ એક રાષ્ટ્રવાદી સંગઠન તરીકે કર્યો છે. આ મામલે VHP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્‍યો અને તેના માટે વિશ્વ વ્‍યાપી આંદોલન થવાની ચીમકી પણ આપી દીધી છે.

આ યાદીમાં કાશ્‍મીરના સંગઠન ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્‍ફરન્‍સના એક અલગતાવાદી સમૂહ ગણાવ્‍યું છે. આ રીતે જમીયતે ઉલેમા-એ-હિન્‍દને એક ધાર્મિક સંગઠન જણાવ્‍યું છે. વર્લ્‍ડ ફેક્‍ટબુક અમેરિકાની ગુપ્તચર એજન્‍સી CIA દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવે છે. જેને દુનિયાના ૨૬૭ દેશ-વિસ્‍તારના ઈતિહાસ, લોકો, સરકાર અર્થવ્‍યવસ્‍થા, ઊર્જા, ભૂગોળ સેના અને અન્‍ય ઘણાં મામલો અંગે જાણકારી પ્રકાશિત કરવામાં આવે છે.

VHPના સંયુક્‍ત મહાસચિવ સુરેન્‍દ્ર જૈને આજે કહ્યું કે, ૬૦ હજારથી વધુ વિદ્યાલય અને એક હજારથી વધુ અન્‍ય સેવા કાર્ય કરતાં VHP દેશના વિકાસ કાર્ય માટે કામ કરે છે. દેશ હિત અને હિન્‍દુ હિતો સાથે આ સંગઠન કયારેય પાછું નથી પડ્‍યું. તેમને સામે આરોપ લગાવ્‍યો કે, ભારતના ચર્ચા દ્વારા લખવમાં આવેલા પત્રો દ્વારા આ કાવતરું કરવામાં આવેલ છે. ભારતના દેશ ભક્‍ત સંગઠન અંગે આ રીતની ટિપ્‍પણી તેઓ ક્‍યા હિસાબે કરી શકે છે. તેમજ તેમને ભારતનો ફોટોમાં પણ છેડછાડ કરીને દેશનું અપમાન કર્યો હોવાનો દાવો કર્યો છે.

આ તરફ ધાર્મિક ઉગ્રવાદી સંગઠનમાં સ્‍થાન મળવાના કારણે બંને હિન્‍દુ સંગઠનોએ નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમજ આ ટેગને હટાવવા માટે કાયદાકીય પગલાં ભરવાની પણ જાહેરાત કરી છે. બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક મનોજ વર્માએ કહ્યું કે, આ થોડાં દિવસ અગાઉ અમારી જાણમાં આવ્‍યું હતું. આ અંગે અમે વિશેષજ્ઞોની પાસે સલાહ માંગી રહ્યા છે.

(5:35 pm IST)