Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હવે ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડીને લાગશે લગામ :સરકાર બનાવશે નવી પોલીસી

નવી દિલ્હીઃહવે ઓનલાઇન શોપિંગમાં નકલી પ્રોડક્ટ કે અન્ય બીજા પ્રકારની છેતરપિંડી પરસકંજો કસાવાનો છે સુત્રોના જણાવ્યા અનુસાર,ઇ-કોમર્સ કંપની માટે બનનારી નેશનલ પોલિસીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે ગ્રાહકોનો ભરોસો ઓનલાઇન પ્લેટફોર્મ પર ટકી રહે. સાથે જ પોલિસીમાં ડોમેસ્ટિક કંપનીઓના હિતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

  ઇ-કોમર્સ પોલિસીમાં ગ્રાહકોનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. નકલી પ્રોડક્ટ કે બીજી છેતરપિંડી માટે જવાબદારી નક્કી થશે. કન્ઝ્યુમરના હિતોનું રક્ષણ કરવા માટે એક અલગ ટાસ્ક ફોર્સ ભલામણ કરશે. ઇ-કોમર્સ કંપનીમાં ડોમેસ્ટીક સ્ટાર્ટઅપના માલિકી હકને જાળવી રાખવા માટે જોગવાઇ હશે. પોલિસીની જોગવાઇ ચીન અને યૂરોપના મોડલ પર આધારિત હશે.

  આ નવી પોલિસીમાં સરકાર પાસેથી લાયસન્સ કે અન્ય મંજૂરી લેવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ હશે. પ્રોડક્ટ વેચનારાના બેક ગ્રાઉન્ડ વેરિફિકેશન માટે સખત નિયમ હશે, અલગ અલગ સેકટરમાં ઇ-કેવાયસીની વ્યવસ્થા પણ મજબૂતીથી લાગુ કરવામાં આવશે. ડેટા પ્રોટેક્શન માટે પણ કાયદા નિયમો નક્કી કરવામાં આવશે અને વિદેશી રોકાણ પર ડોમેસ્ટીક કારોબારીઓની આપત્તિને પણ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

(1:25 pm IST)