News of Friday, 15th June 2018

સાઉથની હીરોઇનોનું અમેરિકામાં ચાલતુ સેક્‍સ રેકેટ ઝડપાયું

રેડમાં જે મળ્‍યું તે જોઇ અમેરિકન તપાસ એજન્‍સીઓ થઇ ગઇ... આヘર્યચકિત

હૈદરાબાદ તા. ૧૫ : અમેરિકામાં જઈને સેક્‍સ રેકેટ ચલાવવાનું મસમોટું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. અમેરિકન તપાસ એજન્‍સીઓએ ઝડપી પાડેલા આ રેકેટમાં દ.ભારતની ખાસ કરીને તામિલનાડુ અને કન્નડા ફિલ્‍મ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ કેટલીક હીરોઇન્‍સને અમેરિકામાં વસતા એક ભારતીય કપલ દ્વારા ભારતીય તેલગુ અને બીજા ઇન્‍ડિયન રંગારંગ કાર્યક્રમના નામે અમેરિકા લાવી આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.

તેલગુ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પ્રોડક્‍શન મેનેજરનું કામ કરતા આ કપલ દ્વારા લાવવામાં આવેલ આવી પાંચ વ્‍યક્‍તિઓ જે તેલગુ અને કન્નડ ફિલ્‍મ જગત સાથે સંકળાયેલ છે તેમની ઓળખ કરી લેવામાં આવી છે. આ રેકેટ ચલાવતું કપલ કિશન મોડુગુમુડી ઉર્ફે સીરાજ છેન્નુપતિ અને ચંદ્રકલા પુર્ણિમા મોડુગુમુડી ઉર્ફે વેભા જયમ મૂળ હૈદરાબાદના છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. તેમની ધરપકડ ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ વોશિંગ્‍ટનમાંથી કરવામાં આવી હતી. અમેરિકન હોમલેન્‍ડ સીક્‍યુરિટીના ફેડરલ એજન્‍ટ્‍સ દ્વારા તેમની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ચાર્જશિટ મુજબ મે ૨૦૧૭થી જાન્‍યુઆરી ૨૦૧૮ સુધીમાં આ કપલ દ્વારા અનેક હીરોઇનને પોતાની જાળમાં ફસાવી કોન્‍ફરન્‍સના નામે કસ્‍ટમર્સ માટે લઈ જવામાં આવી હતી. આ કપલે અમેરિકાના અનેક જુદા જુદા શહેરોમાં કોન્‍ફનરન્‍સના નામે જે તે પીડિતાના નામે હોટેલ બૂક કરી હતી. જે બાદ તેમને જુદી જુદી કોમર્શિયલ તેલગુ અને અન્‍ય ભારતીય કોન્‍ફરન્‍સમાં લઈ જવામાં આવતા હતા અને ત્‍યાંથી ગ્રાહક શોધવામાં આવતા હતા.

અમેરિકન ફેડરલ એજન્‍ટ્‍સ દ્વારા કપલની ધરપકડ બાદ તેમની પાસેથી ટ્રાવેલ રેકોર્ડ્‍સ, પીડિતાઓના નિવેદન, હોટેલ રેકોર્ડ્‍સ તેમજ ગ્રહકોના સ્‍ટેટમેન્‍ટ્‍સ પણ ભેગા કરવામાં આવ્‍યા છે. જયારે અમેરિકન બોર્ડર પેટ્રોલની ટીમ દ્વારા કપલના ઘરે રેડ પાડવામાં આવી ત્‍યારે તેમના ઘરેથી કેટલાક ડોક્‍યુમેન્‍ટ્‍સ, ક્રેડિટ કાર્ડ, હેન્‍ડરીટન નોટ્‍સ વગેરે મળી આવ્‍યું હતું. જે તેમના વિરૂદ્ધ આરોપ સીદ્ધ કરવામાં મદદરૂપ બની શકે છે.

કેટલીક નોટ્‍સ પર તેલગુ હીરોઇન્‍સના નામ અને તેમની હોટલની રુમ નંબર સહિતની વિગતો મળી હતી તો તેમના ઘરમાંથી ૭૦ જેટલા કોન્‍ડોમ્‍સ પણ મળ્‍યા હતા. તેમજ ગેરકાયદેસર અમેરિકન પીઆરના ફ્રોડ ડોક્‍યુમેન્‍ટસ, જે તે વ્‍યક્‍તિને વિઝા આપવા બાબત અમેરિકન તેલગુ એસોસિએશન દ્વારા વિઝા કોન્‍સ્‍યુલેટને લખવામાં આવેલ લેટર પણ કબ્‍જે કરવામાં આવ્‍યા છે.

તેમજ અમેરિકન કોન્‍સ્‍યુલેટના B1-B2 વિઝાની કોપીઝ પણ મળી આવી હતી. જયારે કોર્ટના ડોક્‍યુમેન્‍ટ્‍સથી એ જાણી શકાય છે કે ૮ નવેમ્‍બર ૨૦૧૭ના રોજ કેલિફોર્નિયા ખાતે યોજાયેલ તેલગુ એસોસિએશન ઓફ સર્ધન કેલિફોર્નિયાના સ્‍ટાર નાઇટમાં એક જાણિતિ તેલુગુ હીરોઇન પણ આ કપલની સાથે અહીં આવી હતી. પરંતુ હકીકતમાં તે ઇવેન્‍ટના બે દિવસ બાદ અમેરિકા પહોંચી હતી અને કેલિફોર્નિયા જવાની જગ્‍યાએ શિકાગો ગઈ હતી જેના કારણે અમેરિકન એજન્‍સીઓએ શંકાના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં આ રેકેટ ઝડપાયું હતું.

(12:17 pm IST)
  • અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અહમદઝઈએ માન્યો ભારતીય ક્રિકેટ બોર્ડનો આભાર access_time 2:44 pm IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • રર થી ર૮ દરમ્યાન ચોમાસુ સક્રિય બનશે :હવામાન ખાતુ :મુંબઇ :હવામાન ખાતાએ જણાવ્યું છે કે નબળુ પડી ગયેલુ ચોમાસુ રર થી ર૮ જુન દરમ્યાન ફરી સક્રિય બનશે :હાલ પૂર્વોતરના રાજયોમાં દે ધનાધન વરસાદ પડી રહ્યો છે :દેશના પશ્ચિમ ભાગમાં હવે ચોમાસાની રાહ જોવાય રહી છે access_time 11:56 am IST