Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કાશ્‍મીરમાં ઇદ બાદ સેના આતંકવાદીઓ પર ફરીથી તૂટી પડશે?

કેન્‍દ્ર સરકાર એકબાજુ સીઝફાયરનો સમય ખત્‍મ કરવાના નિર્ણય પર વિચારણા કરશે

નવી દિલ્‍હી તા. ૧૫ : કેન્‍દ્ર સરકાર જમ્‍મુ-કાશ્‍મીરમાં એકબાજુ સીઝફાયરનો સમય ખત્‍મ કરવાનો નિર્ણય લઇ શકે છે. સૂત્રોનું કહેવું છે કે ગુરૂવારના રોજ કેન્‍દ્રીય ગૃહમંત્રીની અધ્‍યક્ષતામાં થયેલ ઉચ્‍ચ સ્‍તરની બેઠકમાં સીઝફાયરની મર્યાદાને ખત્‍મ કરવાને લઇ ચર્ચા થઇ છે. જો કે એમ પણ કહેવાય રહ્યું છે કે સરકાર ઓપરેશન ફરીથી શરૂ કરવા સત્તાવાર રીતે જાહેરાત કરશે નહીં. આપને જણાવી દઇએ કે કેન્‍દ્ર સરકારે કાશ્‍મીર ઘાટીમાં શાંતિ સ્‍થાપવાની દિશામાં ગઇ ૧૫મી મેના રોજ જમ્‍મુ-કાશ્‍મીરમાં એકબાજુ સીઝફાયરની જાહેરાત કરી હતી. જો કે આ નિર્ણય બાદ પણ સરકારે સુરક્ષાબળોને આતંકી હુમલાની સ્‍થિતિમાં ઇચ્‍છા પ્રમાણે કાર્યવાહીની છૂટ આપી હતી.

સૂત્રોના મતે રમઝાન સીઝફાયર માત્ર ઇદના દિવસે જ ચાલુ રહેશે. આ દરમ્‍યાન અમરનાથ યાત્રા પણ શરૂ થશે. એવામાં આતંકીઓ પર કડક કાર્યવાહી માટે રમઝાન સીઝફાયર ખત્‍મ કરવું જરૂરી હશે. સૂત્રોનું કહેવું છે કે સરકાર સીઝફાયરની સાથે સેનાના બાથ બાંધવા માંગતી નથી. માનવામાં આવી રહ્યું છે કે ઇદ પર સીઝફાયરનો સમય ખત્‍મ થયા બાદ ઘાટીમાં ફરી એકવખત આતંકીઓની વિરૂદ્ધ ઓપરેશન કાઉન્‍ટર ઇન્‍સર્જેંસી ઓપરેશન શરૂ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ઘાટીમાં સીઝફાયરના એલાન બાદ સેના, જમ્‍મુ-કાશ્‍મીર પોલીસ, અને સીઆરપીએફની તરફથી સરકારના નિર્ણયનું સ્‍વાગત કરાયું હતું. તેની સાથે જ આ તમામે સરકારના નિર્ણય બાદ ઘાટીમાં શાંતિ વ્‍યવસ્‍થા કામય થઇ અને સીઝફાયરનો નિર્ણય સફળ થવાની પણ વાત કહી હતી.

(12:11 pm IST)