Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નવાઝ શરીફના પત્નીને કાર્ડિયાક અરેસ્ટ : લંડનમાં ICU માં દાખલ : તબિયત નાજુક

કેન્સરની સારવાર ચાલુ હતી ત્યાં કાર્ડિયાક અરેસ્ટ આવતા આઈસીયુમાં : હાલમાં કુલસુમ નવાઝ ભાનમાં નથી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની કુલસૂમ નવાઝને કાર્ડિયાક અરેસ્ટ બાદ ICUમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં તેમની તબીયત નાજુક હોવાનું કહેવાઈ રહયું છે હાલ લંડન ખાતે તેમની સારવાર ચાલી રહી છે.

   નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે ટ્વિટર પર લખ્યું હતું કે, "અમે આજે(ગુરુવારે) સવારે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અમીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યાના સમાચાર મળ્યા હતા. તેમને લંડનની હોસ્પિટલ ખાતે ICUમાં ખસેડવામાં આવ્યા છે, હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. "
   નવાઝ શરીફના પુત્ર હુસૈન નવાઝે પણ પાકિસ્તાનના લોકોને તેમની માતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
  કુલ્સુમ નવાઝની લંડનની હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન બુધવારે તેમને ફરીથી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવતા આઇસીયૂમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ભાનમાં નથી.

  પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના પ્રમુખ શેહબાઝ શરીફે પણ કૂલસૂમની તબીયત ઝડપથી સુધરે તે માટે લોકોને પ્રાર્થના કરવાનું કહ્યું છે. પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફના ચેરમેન ઇમરાને ખાને પણ ટ્વિટ કરીને લોકોને કુલસૂમ નવાઝ ઝડપથી સાજા થઈ જાય તેના માટે લોકોને પ્રાર્થના કરવાનું કહ્યું છે. નવાઝ શરીફ અને તેમની દીકરી મરીયમ ગુરુવારે સવારે લંડન પહોંચી ગયા હતા.

(11:20 am IST)