Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કોકાકોલા 'રાની' ને ભારતમાં લાવશે : રાની ફ્લોટ જ્યુસમાં હશે ફળોના ટુકડા

નવી દિલ્હી : ઠંડા પીણા ઉત્પાદક કોકા-કોલા તેની હસ્તગત રસ બ્રાન્ડ રાનીને ભારતમાં લાવી રહી છે,કોકાકોલાએ વર્ષ ૨૦૧૨માં બેહરીન સ્થિત ઔંજન ઈન્ડસ્ટ્રીઝના પીણા બિઝનેસમાં એક અબજ ડોલરમાં ૫૦ ટકા હિસ્સો ખરીદ્યો હતો, જેમાં રાની ફ્લોટ જ્યુસ અને બાર્બિકેન મેલ્ટ પીણા બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

 જ્યૂસ અને જ્યૂસ પીણાં કાર્બોનેટેડ પીણા કરતા બે ગણી વધુ ઝડપથી વધી રહ્યા છે, જે ગ્રાહકોને વધુને વધુ ખાંડવાળા પીણાંથી દૂર ખસેડી રહ્યાં છે,તેમજ વૈશ્વિક વલણોને પ્રતિબિંત કરે છે. કોકા-કોલા ઈન્ડિયાના પ્રવક્તાએ જ્યૂસના લોન્ચિંગની પુષ્ટિ કરી છે હતી, તેમજ તેમણે કહ્યું કે, રાની ફ્લોટ જ્યૂસમાં વાસ્તવિકમાં ફળોના ટુકડાઓ છે, જેમાં ઉચ્ચ રસની સામગ્રીનો સમાવેશ થાય છે. તેમજ તેમાં ખાંડ અને વાસ્તવિક ફળની સુંગધમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

(12:00 am IST)