Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વિદિશામાં 77 ફુટ ઊંડા બોલવેલમાં પડી ગયેલા આઠ વર્ષના બાળકનું મોત

77 ફુટ ઊંડા બોરવેલમાં લોકેશ 43 ફૂટે ફસાઈ ગયો :બાળકને બચાવવા માટે બોરવેલની સમાંતર 48 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદયો હતો :SDRF ની 3 ટીમો અને NDRF ની 1 ટીમ ઘટનાસ્થળે સતત બચાવ કામગીરી કરી હતી.

ભોપાલ : વિદિશામાં 77 ફુટ ઊંડા બોલવેલમાં મંગળવારે પડી ગયેલા આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. મધ્ય પ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાના લાતેરી તાલુકામાં આનંદપુર ગામ નજીક, ખેરખેડી પઠારમાં એક ખેતરના ખુલ્લા બોરવેલમાં આઠ વર્ષનો બાળક ગઈકાલે રમતા રમતા પડી ગયો હતો.

  મધ્યપ્રદેશ જિલ્લાના લાતેરી તાલુકાના ખેરખેડી પાથર ગામમાં 77 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા આઠ વર્ષનો લોકેશ અહિરવારને બચાવવા માટે SDRF અને NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 77 ફુટ ઊંડા બોરવેલમાં લોકેશ 43 ફૂટે ફસાઈ ગયો હતો. બાળકને બચાવવા માટે બોરવેલની સમાંતર 48 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. SDRF ની 3 ટીમો અને NDRF ની 1 ટીમ ઘટનાસ્થળે સતત બચાવ કામગીરી કરી હતી.

 

(11:31 pm IST)