Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વુમન પ્રીમિયર લીગ :યુપી વોરિયર્સએ 135 રન બનાવ્યા : ગ્રેસ હેરિસની શાનદાર બેટિંગ: એલિસ પેરીએ 3 વિકેટ ઝડપી

WPL 2023ની 13મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુપી વોરિયર્સની ટીમે ટોસ હારીને બેટિંગ કરવાની શરુઆત કરી હતી. જોકે શરુઆત સારી રહી નહોતી. શરુઆતની બે ઓવરમાં જ 3 વિકેટ યુપીએ ગુમાવી દીધી હતી. આમ શરુઆત ખરાબ રહેતા યુપીની ગતિ ધીમી રહી હતી. 20મી ઓવરમાં યુપીની ટીમ 135 રનના સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી.

(9:28 pm IST)