Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

મહિલાએ આપ્‍યો પથ્‍થરના બાળકને જન્‍મઃ ૧૫ વર્ષ સુધી પેટમાં ઉછરતું રહ્યું બાળક

આવા સ્‍ટોન બેબીને લીથોપીડીયન કહેવાય : ૪૦૦ વર્ષમાં આ પ્રકારના ૩૦૦ કેસ નોંધાયા છે

નવી દિલ્‍હી,તા.૧૫ : માણસના શરીરથી વધારે કોમ્‍પ્‍લેક્ષ વસ્‍તુ ભાગ્‍યે જ કોઈ હશે. કેટલીય વાર તો ખુદ માણસને પણ ખબર નથી હોતી કે, તેના શરીરમાં શું થઈ રહ્યું છે. આવો જ એક કિસ્‍સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી આવ્‍યો છે. જયાં રહેતી એક મહિલાને ૧૫ વર્ષ સુધી એ ન ખબર પડી કે, તેના શરીરમાં એક બાળક છે. જયારે તેણે જન્‍મ આપ્‍યો તો, તે સ્‍ટોન ચાઈલ્‍ડ એટલે કે, પથ્‍થરનું બાળક હતું.

મહિલાને ૧૫ વર્ષ સુધી ખબર નહોતી કે, તેના પેટના એક ખૂણામાં બાળક પણ છે. જયારે દુખાવો અને બીજી મુશ્‍કેલીઓ આવી તો, તેણે ઓપરેશન કરાવ્‍યું તો ખબર પડી કે, મહિલાના પેટમાં બાળક છે.

મહિલાને છેલ્લા ૩ વર્ષથી સતત ઉલ્‍ટી થતી રહેતી હતી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. ડોક્‍ટર મોટા ભાગે તેને પેનકિલર અને ગેસની સમસ્‍યાથી રાહત થાય તેવી દવા આપતા રહેતા હતા. જો કે, તેનાથી તેને કોઈ રાહત મળતી નહોતી. આખરે જયારે મહિલાએ નર્સિંગ હોમમાં જઈને સીટી સ્‍કેન કરાવ્‍યું તો, તેના પગ તળેથી જમીન સરકી ગઈ.

મહિલાએ નાગપુરની એક પ્રાઈવેટ નર્સિંગ હોમમાં સિટી સ્‍કૈન કરાવ્‍યું તો, જયાં ડોક્‍ટર્સે મહિલાના આંતરડામાં પથ્‍થર જેવું કંઈ દેખાયું, જયારે લેપ્રોસ્‍કોપી કરવામાં આવી તો, ખબર પડી કે, તે સ્‍ટોન નહીં પણ એક ચાર મહિનાનું બાળક છે. ડોક્‍ટર પણ તે જોઈને ચોંકી ગયા કારણ તે દુર્લભ મામલો હતો.

બે ડોક્‍ટર્સે મળીને મહિલાનું ફટાફટ ઓપરેશન કર્યું. સર્જરી ૨ કલાક ચાલી અને ડોક્‍ટ્‍સે મહિલાના પેટમાંથી સ્‍ટોન બેબી એટલે પથ્‍થરનું બાળક બહાર કાઢ્‍યું. હકીકતમાં મહિલાએ ૧૫ વર્ષ પહેલા ગર્ભ રહી જતાં અબોર્શન કરાવ્‍યું હતું, કારણ તે બાળક માટે તૈયાર નહોતી. આ દરમિયાન આ બાળક મહિલાના આંતરડામાં જઈને ફસાઈ ગયું.

મેડિકલની ભાષામાં આવા સ્‍ટોન બેબીને લિથોપીડિયન કહેવાય છે અને છેલ્લા ૪૦૦ વર્ષોમાં સ્‍ટોન બેબીના ૩૦૦ કિસ્‍સા સામે આવ્‍યા છે. અબોર્શનના ૧૧ હજાર કેસ એવા છો, જેમાં બાળક શરીરમાં કોઈના કોઈ જગ્‍યાએ જઈને ફસાઈ જાય છે. આ ઘટના ૨૦૧૭ની છે, જે મહિલા સાથે આવું થયું તે હાલમાં સ્‍વસ્‍થ છે.

(4:37 pm IST)