Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ચીનના વૈજ્ઞાનિકોએ ઉંદરના કપાળ પર ઉગાડ્‍યાં હરણનાં શિંગડા

હરણનાં શિંગડાં દર વર્ષે ખરી જાય છે અને ફરી ઉગે છે

બીજીંગ, તા.૧૫: ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ સ્‍ટેમ સેલ ટેક્રૉલૉજીનો ઉપયોગ કરીને ઉંદરના માથા પર શિંગડાં ઉગાડવામાં સફળતા મેળવી છે. તેમને એવી આશા છે કે મનુષ્‍યોના હાથ અને પગ જેવાં અંગ ફરીથી ઉગાડી શકાશે. વૈજ્ઞાનિકો હરણમાંથી સ્‍ટેમ સેલ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરીને ઉંદરના કપાળ પર શિંગડાં જેવી રચના બનાવવામાં સફળ થયા છે. હરણનાં શિંગડાં દર વર્ષે ખરી જાય છે અને ફરી ઊગે છે. વસંતઋતુ દરમ્‍યાન શિંગડાંમાં દરરોજ એક ઇંચના હિસાબે લંબાઈમાં વધારો થશે. ચીનના ઝિઆનમાં વેસ્‍ટર્ન પૉલિટેક્રિકલ યુનિવર્સિટીના સંશોધકોએ આ વળદ્ધિ માટે જવાબદાર કોષોની ઓળખ કરી હતી. ત્‍યાર બાદ આ કોષોને વાળ વિનાના પ્રયોગશાળાના ઉંદરોના કપાળ પર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાયા હતા. એના ૪૫ દિવસ બાદ નાના સ્‍ટમ્‍પ ઉગાડવાનું શરૂ કર્યું. વૈજ્ઞાનિકોને એવી આશા છે કે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને એક દિવસ મનુષ્‍યમાં હાડકાં ઉગાડવામાં મદદ થઈ શકશે. હરણનાં શિંગડા એ સસ્‍તન પ્રાણીઓના શરીરનો એકમાત્ર ભાગ છે, જે દર વર્ષે પુનર્જીવિત થાય છે અને પ્રકળતિમાં જોવા મળતી સૌથી ઝડપથી વિકસતી જીવંત પેશીઓમાંથી એક છે. ૨૦૨૦માં વૈજ્ઞાનિકોની એક બીજી ટીમે શોધી કાઢયું હતું કે હરણનાં શિંગડાંની પેશીનો ટુકડો દાખલ કરીને ઉંદરના માથા પર શિંગડા જેવી રચના બનાવી શકાય છે, પરંતુ હાલમાં જે સંશોધન થયું છે એમાં કયા કોષ જવાબદાર છે એ શોધી કાઢવામાં આવ્‍યું છે. વૈજ્ઞાનિકોએ આ કોષોને ઉંદરના કપાળની જગ્‍યાએ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યા બાદ ૪૫ દિવસમાં હાકડા જેવી રચના બની હતી.(

(4:33 pm IST)