Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અમદાવાદમાં ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે: ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ અપાશે :ગુજરાત ક્રિકેટ એસો,નો મોટો નિર્ણંય

કોરોનાના વધતા કેસને કારણે ટી-20 સિરીઝની બાકીની મેચમાં પ્રક્ષકો વિના જ રમાડવા જીસીએનો નિર્ણય : ટિકિટ ખરીદનારા દર્શકોને નાણાં પરત અપાશે : જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રેક્ષકોએ માર્ચ 16, માર્ચ 18 અને માર્ચ 20, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચા વિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ  નથવાણીએ જણાવ્યું છે.

(12:59 am IST)