Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

જર્મની, ફ્રાન્સ અને ઈટાલીએ એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિનનો ઉપયોગ કરવાનું બંધ કર્યું : કેનેડા પણ નજર રાખી રહ્યું છે, સ્પેન આ પહેલાં જ બંધ કરી ચૂકેલ છે

મળતી વિગતો મુજબ જર્મની, ઇટાલી અને ફ્રાન્સે તાત્કાલિક અસરથી એસ્ટ્રાઝેનેકા કોરોના વેકસીનનો ઉપયોગ સસ્પેન્ડ કરી દીધો છે. તેનાથી બ્લડ ક્લોટ સર્જાવાનો ભય ઊભો થયો છે. દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા આ અંગે યુરોપમાં સર્જાઈ રહેલી સ્થિતિ ઉપર વોચ રાખી રહેલ છે. અમને વિશ્વાસ છે કે કેનેડાએ એપ્રુવ કરેલી તમામ વેકસીન સલામત છે. સ્પેન આ પહેલાં જ તેનો ઉપયોગ બંધ કરી ચૂકેલ છે.

(11:42 pm IST)