Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

દેશમાં કોરોનાની નવી લહેરની શરૂ : નવું વેરિયેન્ટ જીવતા રહેવાનો કરી રહ્યો છે પ્રયાસ :AIIMS ડિરેક્ટરની ચેતવણી

આ સમય સ્પાઇક અથવા તો સ્થાનીયકરણનો થઇ ગયો છે, અને તે દેશનાં અન્ય ભાગોમાં પણ ફેલાઇ રહ્યો છે.

નવી દિલ્હી :દેશમાં કોરોના વિશેના તાજેતરના આંકડા પર નજર નાખીએ તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાનો આંકડા ભયાનક છે, છેલ્લા એક સપ્તાહથી કોરોનાનાં કેસ જે ઝડપથી વધ્યા છે, તેણે ચિંતા વધારી છે.

AIIMSનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાનું કહેવું છે કે કોરોનાનાં કેસમાં ઘટાડા બાદ હવે કોવિડ-19નાં કેસમાં થયેલી વૃધ્ધી બીજી કે નવી લહેર હોઇ શકે છે, ગુલેરિયાએ કહ્યું કે ડેટા બતાવે છે કે આ સમય સ્પાઇક અથવા તો સ્થાનીયકરણનો થઇ ગયો છે, અને તે દેશનાં અન્ય ભાગોમાં પણ ફેલાઇ રહ્યો છે.

છેલ્લા એક સપ્તાહમાં નવા કેસની સંખ્યા લગભગ 60 યોગદાન રહેવાની સાથે-સાથે નવા દૈનિક કેસની સંખ્યા વધી છે, નવા કેસ મામલે મહારાષ્ટ્રની સ્થિતી ચિંતાજનક બની છે.

અન્ય રાજ્યો તરફ ઇસારો કરતા ગુલેરિયાએ કેસમાં વૃધ્ધી થવાનું કારણ જણાવ્યું કે વાયરસનું નવું વેરિયેન્ટ જીવતા રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે, કોવિડ યોગ્ય વ્યવહાર અને વેક્સિન રણનીતીથી જ દુર થશે.

દેશમાં છેલ્લા 83 દિવસોમાં શનિવારે સૌથી વધુ કેસ આવતા ભારતમાં કોરોનાની નવી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે વૈજ્ઞૈનિકોનું કહેવું છે કે વધુમાં વધુ સંખ્યામાં લોકો રસીકરણ કરે અને કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરીને વધી રહેલા કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવી શકાય છે

(11:20 pm IST)