Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

આખરે સસ્પેન્સ પરથી પડદો ખુલ્યો : રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બનતા ભુપત બોદર : કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા : ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી : પક્ષના નેતા વિરલ પનારા : અલ્પાબેન તોગડીયા દંડક : ભાજપ પાર્લા.બોર્ડનો નિર્ણય જાહેર કરતા મનસુખભાઈ ખાચરિયા

રાજકોટ : જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બનતા ભુપત બોદર અને કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા નિમાયા છે. ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી (પીપરડી-જસદણ), કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા (કોલીથડ-ગોંડલ), પક્ષના નેતા વિરલ પનારા (ઉપલેટા) અને અલ્પાબેન તોગડીયા દંડક (લોધિકા). પ્રમુખ લેઉવા પટેલ, ઉપપ્રમુખ કોળી, કારોબારી ચેરમેન ક્ષત્રિય , પક્ષના નેતા કડવા પટેલ અને દંડક લેઉવા પટેલ સમાજમાંથી આવે છે.

પ્રમુખ ઉપપ્રમુખ કાલે ૧૧ થી ૨ વચ્ચે ડીડીઓ પાસે ફોર્મ રજૂ કરશે. બુધવારે કલેકટરની અધ્યક્ષતામાં ચૂંટણી, કોંગ્રેસ ઉમેદવારો નહિ મૂકે, બંને બિનહરીફ ચૂંટાય જશે. ભાજપ પાર્લા.બોર્ડનો નિર્ણય જાહેર કરતા મનસુખભાઈ ખાચરિયા.

(11:00 pm IST)