Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પંજાબમાં કોરોનાનો કાળોકેર : સ્કૂલો બંધ કરવા આદેશ : ધોરણ-10 અને 12માની પરીક્ષા ટાળી

22 માર્ચે શરૂ થતી 12માંની પરીક્ષા અને 9 એપ્રિલથી શરૂ થનારી 10માંની પરીક્ષા હવે24 મે એ યોજાશે

પંજાબમાં કોરોનાનાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સરકારે ફરીથી સ્કુલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે, તે ઉપરાંત અમરિંદર સિંહ સરકારે 12માંની પરીક્ષાને ટાળવાનો નિર્ણય કર્યો છે, પંજાબનાં શિક્ષણ વિભાગનાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 22 માર્ચે શરૂ થતી 12માંની પરીક્ષા હવે 20 એપ્રિલનાં બદલે 24 મેએ યોજાશે.ત્યાં જ 9 એપ્રિલથી શરૂ થનારી 10માંની પરીક્ષા હવે 4 મેએ નહીં પણ 24 મે આયોજીત કરવામાં આવશે, પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ રાજ્યમાં સ્કુલો બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે,

અત્રે ઉલ્લેખનિય છે કે પંજાબ સરકારે સ્કુલો બંધ કરવાનો નિર્ણય 13 માર્ચે લીધો હતો, તેની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી.

આ પહેલા 8 જિલ્લાઓ લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહ ગઢ સાહિબ, જાલંધર, નવાંશહર, કપૂરથલા અને હોંશિયારપુરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, શાળા શિક્ષણ વિભાગે સરકારી અને ખાનગી સ્કુલોમાં તમામ ક્લાસેજ માટે પ્રેપરેટરી લીવ જાહેર કરવામાં આવી હતી, આ બાબતની માહિતી રાજ્યનાં શિક્ષણ પ્રધાન વિજય ઇંદર સિંગલાએ આપી હતી, તેમણે તે પણ કહ્યું કે શાળામાં શિક્ષકો હશે, કોરોના સંક્રમણને જોતા માત્ર બાળકો માટે જ સ્કુલો બંધ કરવામાં આવી રહી છે.

(9:09 pm IST)