Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોરોના સંકટ બની રહ્યાની ચેતવણી આપી હતી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી

ફરી કોરોનાએ માથું ઊંચકતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર : દેશના નાગરિકોને કોરનનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ

નવી દિલ્હી, તા. ૧૫ : હમણા થોડા દિવસોની અંદર દેશમા લાગુ થયેલા પ્રથમ લોકડાઉનને એક વર્ષ પુરુ થશે. ત્યારે ફરી વખત દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા નિષ્ણાંતોના મતે દેશમાં કોરોનાની બીજી લહેર શરુ થઇ છે.મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો અત્યારે કોરોના વાયરસના સર્વાધિક કેસ સામે આવી રહ્યા છે.

આ બધા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોનાના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને લોકોને કોરોના વાયરસથી સાવચેત રહેવા અને ગાઇડલાઇનનું પાલન કરવા માટેની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ સોમવારે કોરોના અંગે ટ્વિટ કરીને કહ્યું કે 'મેં પહેલા જ ચેતવણી આપી હતી કે કોરોના વાયરસ એક મોટું સંકટ બની રહ્યું છે. મહેરબાની કરીને તમે બધા લોકો સુરિક્ષત રહો. માસ્ક પહેરો અને નિયમોનુ પાલન કરો.લ્લ

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક ગ્રાફ પણ પોસ્ટ કર્યો છે. જેમાં જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી દેશમાં નોંધાયેલા કોરોના કેસોના આંકડા દર્શાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોનાના નવા ૨૬,૨૯૧ કેસ નોંધાયા છે.

(8:27 pm IST)