Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ઇન્ડિયન મેડિકલ એશોશિએસને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : આયુર્વેદ પોસ્ટ ગ્રેજ્યુએટને સર્જરી કરવાની મંજૂરી આપતા કેન્દ્ર સરકારના સુધારાને પડકાર્યો

ન્યુદિલ્હી : આયુર્વેદ પોસ્ટ ગ્રેજ્યુએટને સર્જરી કરવાની મંજૂરી આપતા કેન્દ્ર સરકારના 2020 ની સાલના સુધારાને પડકારવા માટે ઇન્ડિયન મેડિકલ એશોશિએસને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશનમાં જણાવાયા મુજબકેન્દ્ર સરકારે કરેલા સુધારાથી દેશમાં તબાહી સર્જાશે. અજાણ્યા અને અસ્પષ્ટ દર્દીઓ એવા લોકોની કૃપામાં રહેશે કે જેમની પાસે આધુનિક સર્જરીની જટિલ પ્રક્રિયાઓ અંગે નોલેજ , અનુભવ અથવા કે તાલીમ નથી .

કેન્દ્ર સરકારે કરેલો સુધારો  સ્પષ્ટપણે મનસ્વી અને ગેરવાજબી છે. જેના પરિણામે આ દેશના નાગરિકોને યોગ્ય અને અસરકારક તબીબી સંભાળ અને સારવાર પ્રાપ્ત કરવાના બંધારણીય અને મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. તેમજ દેશભરના લાખો  તબીબોના હક્કો માટે ગંભીર પૂર્વગ્રહ પેદા થશે. "જેમણે સખત પરિશ્રમ કર્યો છે અને જીવનના મહત્વના  વર્ષો દરમિયાન કડક તાલીમ લીધી છે.

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે અરજદારની ચિંતાવધારે પડતી છે. છે  કેન્દ્ર આ કેસમાં જવાબ રજૂ કરશે .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)