Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પેટ્રોલમાં લિટરે 33 રૂપિયા અને ડીઝલમાં 32 રૂપિયાની સરકારને થાય છે કમાણી : લોકસભામાં કરાયો સ્વીકાર

કાચા તેલ, પેટ્રોલ-ડીઝલ, વિમાન ઈંધણ અને પ્રાકૃતિક ગૈસને GSTના દાયરામાં લાવવાની યોજના નથી

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 27 ફેબ્રુઆરીથી સ્થિર છે. ચૂંટણીના માહોલમાં આ સરકાર માટે રાહતછે. પરંતુ લોકસભામાં સરકારે સ્વીકાર્યું કે પેટ્રોલ-ડીઝલથી સારી આવક થઇ રહી છે. સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું કે 6 મે 2020 પછી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી, સેસ અને સરચાર્જ દ્વારા ક્રમશ: 33 રૂપિયા અને 32 રૂપિયા પ્રતિ લીટરની કમાણી થઈ રહી છે. જ્યારે માર્ચ 2020થી 5 મે 2020 વચ્ચે તેની ક્રમશ: આવક 23 રૂપિયા અને 19 રૂપિયા પ્રતિ લિટર હતી

સરકારે લોકસભામાં જણાવ્યું કે એક જાન્યુઆરીથી 13 માર્ચ 2020 વચ્ચે સરકારની પેટ્રોલ અને ડીઝલથી ક્રમશ: 20 રૂપિયા અને 16 રૂપિયાની કમાણી થઈ રહી હતી. આ પ્રકારે જો 31 ડિસેમ્બર 2020ની સરખામણી કરવામાં આવે તો સરકારની પેટ્રોલથી કમાણી 13 રૂપિયા અને ડીઝલથી 16 રૂપિયા પ્રતિ લિટર વધી છે.

વિપક્ષ સતત સરકારને પ્રશ્ન કરી રહ્યો છે કે દેશમાં ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર કેવી રીતે છે, જ્યારે બજાર તેની કિંમત નક્કી કરે છે. તેના પર લોકસભામાં સરકાર તરફથી મૌન સાધવામાં આવ્યું. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે અન્ય દેશોની તુલનામાં દેશની અંદર ઈંધણની ઊંચી-નિચી કિંમતો અનેક કારણો પર નિર્ભર કરે છે. તેમાં અન્ય દેશોની સરકારો દ્વારા આપવાની સગવડો પણ સામેલ છે. સરકાર તેમનો કોઈ રેકોર્ડ રાખતી નથી.

આ વચ્ચે દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદક કાચા તેલ, પેટ્રોલ-ડીઝલ, વિમાન ઈંધણ અને પ્રાકૃતિક ગૈસને અત્યારે GSTના દાયરામાં લાવવાની યોજના નથી

(8:00 pm IST)