Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોવિદ -19 વેક્સીન માટે વકીલો , તથા ન્યાયધીશોને અગ્રતા આપવાથી અન્ય વ્યાવસાયિકો માટે ભેદભાવ ઉભો થશે : કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં ખુલાસો

ન્યુદિલ્હી : અરવિંદસિંઘ નામક વ્યક્તિ દ્વારા ન્યાયાધીશો, વકીલો અને કોર્ટ સ્ટાફને કોવિડ -19 રસીકરણ માટેની અગ્રતા આપવા માંગણી કરતી જાહેર હિતની અરજી કરાઈ હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો હતો.

જેના અનુસંધાને કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે વકીલો અને ન્યાયાધીશોનો સમાવેશ કરીને એક અલગ વર્ગ બનાવવો તે ઇચ્છનીય રહેશે નહીં કારણ કે તે અન્ય વેપાર અથવા વ્યવસાયમાં રોકાયેલા વ્યક્તિઓ માટે ભેદભાવકારક હોઈ શકે છે.

આમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયાધીશો, કોર્ટ સ્ટાફ, વકીલો અને તેમના કર્મચારીઓને રસીકરણની પ્રાધાન્ય આપવાની અરજીનો વિરોધ કર્યો છે.

જે અનુસંધાને  ઉચ્ચ અદાલત સમક્ષ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું . આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ, મનોહર અગ્નાનીએ કોર્ટને કહ્યું હતું કે વકીલો અને ન્યાયાધીશોનો સમાવેશ કરીને એક અલગ વર્ગ બનાવવો તે ઇચ્છનીય રહેશે નહીં કારણ કે તે રોકાયેલા લોકો પ્રત્યે ભેદભાવ હોઈ શકે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે..

 

(7:52 pm IST)