Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

સુપર સ્ટાર અમિતાભ બચ્ચને બીજી આંખની પણ સર્જરી કરાવી

બોલિવૂડ સ્ટારે સોશિયલ મીડિયા પર માહિતી આપી : બીગ બીએ સર્જરી કરનારા ડોક્ટરને અભિનંદન આપ્યા હતા અને મેડિકલ સાયન્સની ભરપૂર પ્રસંશા કરી હતી

નવી દિલ્હી, તા. ૧૫ : સુપર સ્ટાર અમિતાભ બચ્ચને ગયા મહિને પોતાની આંખની સર્જરી કરાવી હતી.એ પછી હવે તેમની બીજી આઁખની પણ સર્જરી થઈ હોવાનુ જાણવા મળ્યુ છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, બીજી આંખની સર્જરી પણ પૂરી થઈ ગઈ છે અને હું હવે રિકવર થઈ રહ્યો છું.બધુ બરાબર ચાલી રહ્યુ છે.મારા માટે આ જીવન બદલી નાંખનારો અનુભવ હતો.

બીગ બીએ પોતાની સર્જરી કરનાર ડોક્ટરને પણ અભિનંદન આપ્યા હતા અને મેડિકલ સાયન્સની ભરપૂર પ્રસંસા કરતા કહ્યુ હતુ કે, સર્જરી બાદ પહેલા જે નહોતુ દેખાતુ તે પણ જોઈ શકાય છે અને દુનિયા બહુ અદભૂત દેખાઈ રહી છે

અમિતાભે આંખની સર્જરી કરાવી તે પહેલા પોતાના બ્લોગમાં સર્જરીનો ઉલ્લેખ કર્યો હતો.જોકે તેમણે તે વખતે શેની સર્જરી છે તે જણાવ્યુ નહોતુ અને તેના કારણે તેમના ચાહકોમાં ચિંતાનુ મોજુ પ્રસર્યુ હતુ.

જોકે પહેલી આંખની સર્જરી બાદ તેમણે ખુલાસો કર્યો હતો અને કહ્યુ હતુ કે, આંખની સર્જરી પછી એક નવી અને ખૂબસુરત દુનિયા જોઈ રહ્યો છું. તેમણે ચાહકોને પણ સલાહ આપી હતી કે, કોઈ પણ કારણસર કોઈ પ્રકારની સર્જરીમાં મોડુ કરવુ જોઈએ નહીં.

(7:16 pm IST)