Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

યાત્રા પર સ્ટિકી બોમ્બનો ખતરો હોવાની ચેતવણી

અમરનાથ યાત્રામાં વધુ યાત્રી ભાગ લે તેવી શક્યતા : સીઆરપીએફ દ્વારા આ વખતે યાત્રાની સુરક્ષા માટેની ક્વિક રિસ્પોન્સ ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો

નવી દિલ્હી, તા. ૧૫ : વખતે અમરનાથ યાત્રામાં વધારે ભાવિકો ભાગ લે તેવી શક્યતાઓ છે ત્યારે કેન્દ્રીય સુરક્ષા દળ સીઆરપીએફ દ્વારા અમરનાથ યાત્રાને લઈને ચેતવણી આપવામાં આવી છે.

સીઆરપીએફનુ માનવુ છે કે, વખતે અમરનાથ યાત્રામાં સ્ટિકી બોમ્બ બહુ મોટો ખતરો બની શકે છે અને તેને પહોંચી વળવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.સીઆરપીએફ દ્વારા વખતે યાત્રાની સુરક્ષા માટેની ક્વિક રિસ્પોન્સ ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે.

સીઆરપીએફના આઈજી પીએસ રંપિસેએ કહ્યુ હતુ કે, સ્ટિકી બોમ્બને પહોંચી વળવાનો પડકાર મોટો છે.કારણકે બોમ્બ જવાનોની સાથે સાથે લોકોને પણ મોટુ નુકસાન પહોંચાડી શકે તેમ છે. સીઆરપીએફ દ્વારા પોતાના તમામ યુનિટોને એલર્ટ કરી દેવાયા છે.કારણકે પ્રકારના બોમ્બને ટાઈમર સેટ કરીને કોઈ પણ વાહનના કોઈ પણ હિસ્સામાં ચોંડાટી શકાય છે.અમરનાથ યાત્રિકોના કાફલાને પણ આતંકીઓ પ્રકારના બોમ્બ વડે નિશાન બનાવી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે, યાત્રીકોના વાહનોને પહેલેથી નક્કી થયેલી જગ્યાઓ સીવાય બીજી કોઈ જગ્યાએ નહીં રોકાવા દેવાય.જમ્મુ શ્રીનગર હાઈવે પર સુરક્ષા દળોની તૈનાતી વધારાશે અને નજર રાખવા માટે ડ્રોન સહિતના ઉપરકણનો ઉપયોગ થશે.

વર્ષે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે પોલીસ સાથે પણ બેઠકયોજાઈ  છે.ભાવિકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

(7:12 pm IST)