Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

NDPS કેસમાં રિયા ચક્રવર્તીને બોમ્બે હાઇકોર્ટે આપેલા જામીન વિરુદ્ધ કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : 18 માર્ચના રોજ સુનાવણીની શક્યતા

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે બૉલીવુડ અભિનેત્રી  રિયા ચક્રવર્તીને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ એક્ટ) હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા નોંધાયેલા કેસોમાં જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના ઓક્ટોબર  2020 ના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

આ કેસની સુનાવણી 18 માર્ચના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણ્યમ સમક્ષ કરવામાં આવશે.

રિયા ચક્રવર્તી અને ચાર અન્ય લોકો, શોક ચક્રવર્તી, અબ્દેલ બાસિત પરિહાર, સેમ્યુઅલ મીરાન્ડા અને દિપેશ સાવંત પર આરોપ છે કે તેઓ મૃતક અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ પુરા પાડવામાં સહાયરૂપ હતા.

આ કેસમાં મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કર્યા પછી તેઓએ બોમ્બે હાઇકોર્ટ સમક્ષ જામીન અરજીઓ દાખલ કરી હતી.જેના અનુસંધાને  હાઈકોર્ટે રિયા ચક્રવર્તી, સાવંત અને મીરાન્ડાને જામીન આપ્યા હતા, પરંતુ અબ્દુલ પરિહાર અને શિક ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરી હતી.

રિયા ચક્રવર્તીને 1 લાખ રૂપિયાના બોન્ડ ઉપર શરતી જામીન આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત તેને જામીન પર છૂટ્યા પછી 10 દિવસ માટે દરરોજ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. તથા  દેશ છોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.તેવું બી.એન્ડ બે.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)