Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અમેરિકાના કેલિફોર્નિયામાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ ઉજવાયો : ' શિવાજી મહારાજ અમેરિકા પરિવાર ' ના ઉપક્રમે કરાયેલી ઉજવણી અંતર્ગત શિવાજી મહારાજના નેતૃત્વ વિષે ઉદ્દબોધનો કરાયા

નોર્વાક : અમેરિકાના લોસ એન્જલસ સ્થિત ' શિવાજી મહારાજ અમેરિકા પરિવાર '' ના ઉપક્રમે 20 ફેબ્રુઆરીના રોજ  છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસની  ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે સનાતન ધર્મ મંદિરના મેદાન પર ભવ્ય રીતે ઉભી કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમાને  માળાઓથી શણગારવામાં આવી  હતી .
કોવિડ -19 પ્રતિબંધોને લીધે, આ ઉજવણી સીડીસીની માર્ગદર્શિકા મુજબ માસ્ક પહેરીને અને સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરીને કરાઈ હતી.
 
ધ્વજારોહણ સાથે  ફૂલોની સુગંધ અને આનંદાયક  સંગીતની વચ્ચે, કાર્યક્રમના આયોજકોએ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ, મહારાજા રણજીતસિંહ, ચાણક્ય અને રાણી લક્ષ્મીબાઈ જેવા અન્ય નેતાઓના અવતરણો સાથે ઉપસ્થિત લોકોને મીઠાઇના બોક્સ  વિતરણ કર્યા હતા.

ઉજવણી અંતર્ગત શિવાજી મહારાજના મહિલાઓ પ્રત્યેના આદર તથા ધાર્મિક સહિષ્ણુતાના પ્રસંગો યાદ કરાયા હતા.તથા શિવાજી મહારાજનું નેતૃત્વ વર્તમાન નેતાઓ માટે આદર્શ હોવાનું જણાવ્યું હતું.

શિવાજી મહારાજ અમેરિકા પરિવારની સ્થાપના શ્રી વિજય પાટીલે કરી હતી અને આ વર્ષે કરાયેલી ઉજવણી માટે  વિલાસ જાધવ, ભરત સાઓજી, આશુતોષ ખિસ્તી, પ્રફુલ્લ વ્યાવહરે, અશોક મદન, વસુ પવાર, અપર્ણા હાંડે, સુધીર પીસલ, તાત્યાસો બાબર અને અનિલ પાટિલ સહિતના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)