Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

દિલ્હી: બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આરોપી આરીજ ખાનને ફાંસીની સજા

આ માત્ર હત્યાની ઘટના નથી પણ ન્યાયની રક્ષા કરનારા કાયદા અમલીકરણ અધિકારીની હત્યાનો કેસ છે.

નવી દિલ્હી : બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આરીજ ખાનને ફાંસીની સજા સંભળાવાઈ છે કોર્ટે તેને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણ્યો છે. આરીજ ખાનને કોર્ટે 8 માર્ચે દોષી ગણાવ્યો હતો. 

  પોલીસે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે કથિત રીતે જોડાયેલા આરીજ ખાનને સજા આપવા અનુરોધ કર્યો હતો અને કહ્યુ હતું કે આ માત્ર હત્યાની ઘટના નથી પણ ન્યાયની રક્ષા કરનારા કાયદા અમલીકરણ અધિકારીની હત્યાનો કેસ છે. આરીજ ખાનના વકીલે મૃત્યુદંડનો વિરોધ કર્યો હતો, તે બાદ વધારાના સત્ર ન્યાયાધીશ સંદીપ યાદવે સાંજે ચાર વાગ્યા માટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

કોર્ટે 2008માં બાટલા હાઉસ અથડામણ દરમિયાન થયેલી શર્માની હત્યા અને અન્ય ગુનાઓ માટે આરીજ ખાનને આઠ માર્ચે દોષી ઠેરવ્યો હતો. કોર્ટે કહ્યુ કે આ સાબિત થાય છે કે આરીજ ખાન અને તેના સાથીઓએ પોલીસ અધિકારી પર ગોળી ચલાવી અને તેની હત્યા કરી હતી.

દક્ષિણી દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં 2008માં બાટલા હાઉસ અથડામણ દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના નીરિક્ષક શર્માની હત્યા કરવામાં આવી હતી. આ મામલે જુલાઇ 2013માં એક કોર્ટે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી શહજાદ અહેમદને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

આ નિર્ણય વિરૂદ્ધ અહેમદની અપીલ હાઇકોર્ટમાં લંબિત છે. આરીજ ખાન ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. આરીજ ખાનને 14 ફેબ્રુઆરી 2018માં પકડવામાં આવ્યો હતો અને ત્યારથી તેની પર કેસ ચાલી રહ્યો હતો.

 

દિલ્હીમાં વર્ષ 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસની કેટલીક ટીમ તૈયાર કરવામાં આવી હતી. બ્લાસ્ટ બાદથી જ આતંકીઓની તપાસમાં પોલીસ રેડ કરી રહી હતી, ત્યારે 19 સપ્ટેમ્બર 2008માં પોલીસને સૂચના મળે છે કે કેટલાક શંકાસ્પદ બાટલા હાઉસના એક મકાનમાં છુપાયેલા છે. તે બાદ તુરંત પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. ઇંસ્પેક્ટર મોહન ચંદ શર્મા પણ આ ટીમનો ભાગ હતા. જોકે, પોલીસ ટીમને આ ખબર નહતી કે બિલ્ડિંગમાં આતંકી છુપાયેલા છે અને હથિયારોથી લેસ છે. માટે પોલીસની ટીમ એક પ્રાઇવેટ ગાડીમાં સવાર થઇને બાટલા હાઉસ પહોચી હતી.

પોલીસના બિલ્ડિંગમાં ઘુસ્યા બાદ ત્યા ફાયરિંગ શરૂ થઇ ગઇ હતી. ઘણી વાર સુધી ફાયરિંગમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના બે શંકાસ્પદ આતંકવાદી માર્યા ગયા હતા, સાથે જ ઇંસ્પેક્ટર મોહન ચંદ શર્માનું પણ મોત થયુ હતું. આ દરમિયાન આરિજ ખાન ત્યાથી કોઇ રીતે ફરાર થઇ ગયો હતો અને નેપાળ ભાગી ગયો હતો

આ એન્કાઉન્ટર એટલો ચર્ચિત એટલા માટે પણ છે કારણ કે તે બાદ પોલીસ પર પણ કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરને કેટલાક નેતાઓએ ફેક ગણાવ્યો હતો. જોકે, કોર્ટમાં આ સાબિત ના થઇ શક્યુ, જે બાદ આ એન્કાઉન્ટર પર ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

(6:37 pm IST)