Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ઇન્ડિયન અમેરિકન ચિરાગ જયંતિ પટેલની ધરપકડ : 20 લાખ ડોલર જેટલી રકમનું વેચાણ છુપાવી 1 લાખ ડોલર ઉપરાંત રકમની ટેક્સ ચોરીનો આરોપ

સાઉથ કેરોલિના : યુ.એસ.ના સાઉથ કેરોલિનામાં આવેલા ગ્રીનવિલે કાઉન્ટીમાં કન્વેયન્સ સ્ટોર ધરાવતા ઇન્ડિયન અમેરિકન 49 વર્ષીય ચિરાગ જયંતિ પટેલની 12 માર્ચના રોજ ધરપકડ થઇ છે.રેવન્યુ ડિપાર્ટમેન્ટે કરેલી તેની ધરપકડના કારણમાં જણાવાયા મુજબ તેણે 2013 થી 2017 ની સાલ દરમિયાન 2,044,737 ડોલરની રકમનું વેચાણ છુપાવી 123,044 ડોલર જેટલી રકમની સેલટેક્સ ચોરી કરી છે.

તેના ઉપર મુકવામાં આવેલા જુદા જુદા આરોપો પુરવાર થશે તો તેને વધુમાં વધુ 5 વર્ષની જેલસજા થઇ શકે છે.તથા આરોપ દીઠ 10 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તથા કોર્ટ ખર્ચ વસુલ થઇ શકે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)