Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોવિદ -19 મહામારીથી લોકોને શિક્ષિત કરવા GOPIO મેનહટન ચેપટરના ઉપક્રમે વેબિનાર યોજાયો : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલના સહયોગ સાથે આયોજિત વેબિનારમાં લોકોના પ્રશ્નોના જવાબો અપાયા

મેનહટન : તાજેતરમાં ' ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ' મેનહટન ચેપટરના ઉપક્રમે 26 ફેબ્રુઆરીના રોજ કોવિદ -19 મહામારીથી લોકોને શિક્ષિત કરવા વેબિનારનું આયોજન કરાયું હતું.

ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલના સહયોગ સાથે આયોજિત વેબિનારમાં તજજ્ઞો તથા નિષ્ણાત તબીબોએ લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

વેબિનારમાં મુખ્ય મુખ્ય વક્તા તરીકે ડો.હના અક્સેલરોદએ ઉદબોધન કર્યું હતું. ઉપરાંત GOPIO ઇન્ટરનેશનલ કો ઓર્ડીનેટર એટ  લાર્જ ડો.આશા સામંત ,મેનહટન ચેપટર વાઇસ પ્રેસિડન્ટ ડો વિમલ ગોયલે ,પ્રેસિડન્ટ શિવેનદર સોફટ , ચેરમેન ડો.થોમસ અબ્રાહમ ,તથા મૉડરેટર ડો.અર્નબઃ ઘોષ સહિતનાઓએ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કરી પ્રશ્નોના જવાબો આપ્યા હતા.તથા મહામારીનો ફેલાવો થતો અટકાવવા શું પગલાં ભરવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:46 pm IST)