Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કમલ હાસનની કાર પર નશામાં ચૂર યુવકે હુમલો કર્યો : પોલીસ હવાલે કરાયો : બળજબરીથી કારનો દરવાજો ખોલવા પ્રયાસ કર્યો : કાર્યકર્તાઓએ લમધાર્યો : હુમલાખોર કમલ હાસનનો ચાહક હોવાની પણ ચર્ચા

તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) ના વડા અને સુપ્રસિદ્ધ અભિનેતા કમલ હાસનની કાર પર રવિવારે એક યુવકે હુમલો કર્યો હતો. કમલ હાસન ચૂંટણી પ્રચાર બાદ કાંચીપુરમની એક હોટલમાં જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. હુમલો કરનાર શખ્સ કમલ હાસનનો ચાહક હોવાનું મનાય રહ્યું છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે, આ ઘટનામાં કમલ હાસનને કોઈ ઇજા પહોંચી નથી. જોકે, તેમની કારને નુકસાન થયું હતું.

(4:26 pm IST)