Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અમેરિકા બાદ હવે ભારતીયોએ સૌથી વધુ ઓનલાઈન વિડીયો જોયા

મનોરંનનો બદલાયો ટ્રેન્ડઃ કોરોનાકાળની માઈકાની 'ઈન્ડિયન ઓટીટી પ્લેટફોર્મ રિપોર્ટ ૨૦૨૦'માં થયો ખુલ્લાસો

નવી દિલ્હીઃ કોરોના કાળ દરમ્યાન ભારતીય લોકોએ દર અઠવાડીએ ૮.૪૪ કલાક સ્માર્ટપર ઓનલાઈન વિડ્યો જોવામાં વિતાવ્યા હતા, ઓનલાઈન વીડીયો જોવામાં અપડા ભારતીઓ અમેરિકા કરતા થોડાકજ કદમ દુર છે, અમેરિકન લોકો દર અઠવાડીએ ૮.૫૫ કલાક વિડ્યો જોવા પછડા વિતાવે છે, માઇકા અમદાવાદ અને કમ્યુનિકેશન ક્રાફ્ટ દ્વારા આપેલ ઈન્ડીયન ઓટીટી પ્લેટફોર્મ રિપોર્ટ ૨૦૨૦ માં સામે આવ્યું છે, રિપોર્ટ અનુસાર એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીમાં ઓવર ધ ટોપ ઓનલાઈન સ્ટ્રીમીંગપ્લેટફોર્મ ઉપર સૌથી વધુ ૭૫ ટકા લોકોને કોમેડી કન્ટેન્ટ જોવાનું વધુ પસંદ કર્યું છે,રોમેન્ટિક શો અને ડ્રામા શો ૫૯.૪૭ ટકા  જ લોકોએ જોવાનું પસંદ કર્યું, એકસન વાળા કન્ટેન્ટ ૪૧.૨૦ ટકા,દરવાન સો ૨૦,૫૦ ટકા અને ધાર્મિક કન્ટેન્ટ ૧૦.૨૦ ટકા જ દર્શકોએ જોયા છે.

કોરોના કાળ પહેલા ભારતીયએ દરેક દિવસ ૧૬.૧ બિલીયન મિનીટનો સમય સ્માર્ટફોન સાથે વિતાવ્યો હતો, જયારે કોરોના કાળ માં અપ્રિલ ૨૦૨૦ ના છેલ્લા અઠવાડિયામાં વધીને ૧૦.૭ બિલીયન મિનીટ સુધી પહોંચી ગયું હતું, જેથી દરેક વ્યકિત દીઠ એક જીબી મોબાઇલ ડેટા નો વપરાસ થતો હતો,એ વધીને ૧.૨૧જિબિ સુધી પહોંચી ગયો હતો,આ દરમ્યાન ૧૫-૨૪ વર્ષના યુવાનો માટે ગેમ વધુ મહત્વીની બની હતી,યુવાનોની સાથો સાથ લોકોને પણ ગેમ રમવાનું પસંદ આવ્યું હતું,૨૦૧૯ ની સરખામણીએ મોબાઈલપર ગેમ રમવાવાળાનીસંખ્યા વધીને ૪૯ ટકા  પર પહોંચી હતી, એજ્યુકેશન વર્ગમાં ૫૨ટકા નો વધારો નોંધાયો હતો, કારણકે કોરોના કાળ  દરમ્યાન ઓનલાઈન શિક્ષણઆપવામાં આવતું હતું

૧૯ ટકા  લોકોનું ડીજીટલના માધ્યમ સાથે જોડાયા

એક રિપોર્ટ અનુસાર સોશ્યલ ડિસ્ટન્સ ની સાથે સાથે ૨૦૧૯ ની તુલના મુજબ ૧૯ટકા વધુ લોકો ડીજીટલ ના માધ્યમ સાથે જોડાયા છે, ૨૦૧૯ માં જયારે ૩૪૩૫ મીલીયન દર્શકો હતા જયારે  ૨૦૨૦ માં વધીને ૫૬૭૭ મીલીયન થય ગયા છે

સોશ્યલ મીડ્યામાં પહેલી પસંદ

૫૬.૮૦ ટકા લોકોએ સોશ્યલ મીડ્યાના મધ્યમથી સમાચારો જોયા અને વાંચ્યા છે,સમાચાર એપમાં ૬૧.૪૦ ટકા એ ટીવી ચેનલમાં ૪૮ ટકા અને સમાચાર વેબસાઈટ પર ૩૫.૬૭ ટકા લોકોએ સમાચરો જોયા અને વાંચ્યા,

દર્શકોમાં મહિલાઓની સંખ્યા કરતા પુરૂષ દર્શકોનું પ્રમાણ વધુ

ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ ઉપર પુરૂષ દર્શકો સૌથી વધુ છે જેમાં ૧૫-૨૪ વર્ષના પુરૂષો સૌથી વધારે છે, મહિલા દર્શક ખુબજ ઓછા પ્રમાણ માં છે પણ કોરોના કાળમાં મહિલા દર્શકોમાં પણ વધારો નોંધાયો હતો.

(4:25 pm IST)