Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોરોના ચામાચીડીયામાંથી ખૂબ જ ઓછા બદલાવ સાથે મનુષ્યમાં પ્રવેશ્યો

પીએલઓએસ બાયોલોજી જર્નલમાં પ્રકાશીત શોધમાં ખુલાસો : ભારતને પાછળ છોડી બ્રાઝીલ પ્રભાવીત દેશોમાં બીજા સ્થાને પહોંચ્યો

લંડન,તા. ૧૫: કોરોના મહામારીના સ્ત્રોત અંગે વૈજ્ઞાનિકોએ શોધ દ્વારા જાણ્યુ છે કે વાયરસ ખૂબ જ ઓછા બદલાવ સાથે ચામાચીડીયાથી મનુષ્યમાં આવ્યો છે. વાયરસના ચેપ ફેલાવવાની ક્ષમતા ચામાચીડીયામાં વિકસીત થઇ હશે.

પીએલઓએસ બાયોલોજી જનરલમાં પ્રકાશીત શોધમાં કોરોના વાયરસના હજારો અનુક્રમીત જીન્સનું આંકલન કરાયેલ. જેમાં જાણવા મળેલ કે પહેલા ૧૧ મહિનાઓ દરમિયાન વાયરસમાં ખૂબ જ ઓછો બદલાવ થયેલ. ડી૬૧૪જી મ્યુટેશન અને વાયરસ સ્પાઇક પ્રોટીનમાં જૈવીક બદલાવ થયેલ.

બ્રાઝીલમાં ૭૬,૧૭૮ નવા કેસ આવેલ અને ૧૯૯૭ લોકોના મોત થયેલ. કુલ પોઝીટીવ કેસ ૧.૧૪ કરોડથી વધુ છે અને ૨.૭૭ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. બ્રાઝીલ ભારતથી આગળ વધીને બીજા સૌથી પ્રભાવીત દેશ બન્યો છે. જ્યારે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫,૩૦૨ નવા કેસ સામે આવ્યા છે જે ૮૪ દિવસ બાદ સૌથી વધુ છે.

(3:15 pm IST)