Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ગૃહમંત્રી શાહનાં હેલિકોપ્ટરમાં આવી ખામી

પ.બંગાળની એક રેલીને કરવાના હતા સંબોધન

નવી દિલ્હી, તા.૧૫: દેશ એક તરફ કોરોનાવાયરસ અને બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી મુખ્ય મુદ્દાઓ બની ગયા છે. ત્યારે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે રેલી કરવા જઈ રહેલા ભાજપનાં નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહનું હેલિકોપ્ટરમાં ખરાબ થઇ ગયુ હતુ.

મળી રહેલી માહિતી અનુસાર, અમિત શાહનાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી છે. સુત્રોનું કહેવવુ છે કે, આ જ કારણે તેઓ હવે ઝારગ્રામ નહી જાય અને તે રેલીને વર્ચુઅલ જ સંબોધિત કરશે. બીજી તરફ ઝારગ્રામમાં મોટી સંખ્યામાં લોકો રેલી સ્થળ પર પહોંચ્યા છે. વાતાવરણ ગરમાવો હોવાથી, ઘણા લોકો, ખાસ કરીને મહિલાઓ, છત્રીઓ લઇને આવી છે. એક અહેવાલ મુજબ, રેલી સ્થળ પર વર્ચુઅલ સંબોધનને લઇને કોઈ તૈયારી નથી. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહ ઓડિયો દ્વારા લોકોને સંબોધન કરી શકે છે.

હેલિકોપ્ટરમાં આવેેલી ખામીને પગલે હવે અમિતભાઇ શાહ ઝારગ્રામમાં રેલીને વર્ચુઅલ સંબોધન કરશે. આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓનો ઘોંઘાટ ચાલી રહ્યો છે અને રાજકીય પક્ષોનાં નેતાઓ મતદારોને પોતાની તરફ દોરવામાં કોઈ કસર છોડશે નહીં. ત્યારે જોવાનું રહેશે કે જનતા કયા પક્ષ પર ભરોસો કરે છે. જો કે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવું ભાજપ માટે એટલુ પણ આસાન રહેશે નહી, અને ખાસ કરીને ત્યારે કે જયારે તેમના કથિત નિવેદન કે તેમના પર હુમલો કરવામાં આવ્યો તે બાદથી બંગાળની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. બંગાળમાં અત્યારે ભાજપનાં દિગ્ગજ નેતાઓએ એન્ટ્રી કરી દીધી છે. જેમા વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ પણ સામેલ છે, ત્યારે આ દિગ્ગજ નેતાઓ બંગાળની જનતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે હવે જોવુ રહ્યુ.

(3:14 pm IST)