Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પુત્ર નાલાયક નિકળતા પિતાએ તમામ સંપતીઓ પોતાના બે હાથીના નામે કરી

પુત્રએ પિતાને પ્રેમીકાના ખોટા રેપ કેસમાં ફસાવ્યા : હાથીઓને મારવાનો પણ પ્રયત્ન કરેલ

પટના : જ્યારે પોતાના લોકો જ મોઢુ ફેરવી લે છે ત્યારે મુંગા જાનવર વફાદારી નિભાવે છે. આવો જ એક દાખલો પટણાના દાનાપુરના જાનીપુર વિસ્તારમાં બનેલ.

અહીંના અખત્ર ઇમામને લોકો હાથી કાકાના નામથી ઓળખે છે. જેની પાછળ પણ કારણ છે. અખ્તરે પોતાના પુત્રને સંપતિમાંથી બેદખલ કરી નાખ્યો છે. તેમણે પોતાની સમગ્ર સંપતિ પોતાના બે હાથીઓના નામે કરી છે. પુત્રને બેદખલ કર્યાને ૯ મહિના વિતિ ચુકયા છે, પણ અખ્તર પોતાને એકલા કે નિઃસહાય અનુભવતા નથી. તેનું કારણ પુત્રથી વધુ હાથીઓ ઉપર વિશ્વાસ છે. એ જ કારણ છે કે લોકો તેમને હાથી કાકા કહી બોલાવે છે.

અખ્તર પાસે બે હાથી રાણી અને મોતી છે. તેઓ સવારથી રાત સુધીનો સમય તેમની સાથે જ વિતાવે છે. હાથી કાકા કહે છે કે મારા મૃત્યુ પછી મારૂ મકાન, બેન્ક બેલેન્સ, ખેતરો બધુ હાથીઓનું થઇ જશે અને જો હાથીઓને કંઇ થયું તો મિલ્કત ઐરાવત સંસ્થાને મળશે. મારૂ જીવન હાથીઓ માટે જ સમર્પીત છે.

હાથી કાકાને પુત્રને બેદખલ કરવાનો ઝરાપણ અફસોસ નથી પુત્ર મિરાજ ઉર્ફે પિન્ટુ નાલાયક નિકળેલ. તેણે તેની પ્રેમીકાના ખોટા રેપ કેસમાં મને ફસાવેલ. જેથી મારે જેલ પણ જાવુ પડેલ. તપાસમાં તમામ આરોપ ખોટા નિકળતા મને બરી કરાયેલ. ત્યાં સુધી કે પુત્રએ હાથીઓને પણ મારી નાખવાનો પ્રયાસ કરેલ પણ તે પકડાઇ ગયેલ. ત્યાર પછી મે તમામ મિલ્કત હાથીઓના નામે કરેલ.

(3:13 pm IST)