Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ફાયર બ્રિગેડ માટે નવા વાહનો - ત્રણ નવા ફાયર સ્‍ટેશનો

૫ નવી શબવાહીની : ૮૦ મીટર ઉંચું હાઇડ્રોલીક ફાયર ફાઇટર : ૪ નંગ ૨૦,૦૦૦ લી.ના ‘ગજરાજ' ટેન્‍કર : ૨ મીની રેસ્‍કયુ માટે ૨૭ કરોડની જોગવાઇ

રાજકોટ તા. ૧૫ : મોરબી રોડ ખાતે આવેલ, રાજકોટ મહાનગરપાલિકાનાં ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ સેન્‍ટર રીજીયોનલ ટ્રેઈનીંગ સેન્‍ટર ખાતે સૌરાષ્ટ્રના તમામ ફાયર સેફટી ઓફીસરને જનરલ કોર્ષ અંગેની ફાયર સેફટી ઓફીસરને તાલીમ આપવામાં આવશે. રીજીયોનલ ટ્રેઈનીંગ સેન્‍ટરનો મુખ્‍ય હેતુ ફાયર સેફટી ઓફીસરને યોગ્‍ય તાલીમ મળી રહે તે માટે તથા ભવિષ્‍યમાં લોકલ ગવર્મેન્‍ટ બોડી સાથે સંકલન કરી ફાયર નો- ઓબ્‍જેકશન સર્ટીફીકેટ ઇસ્‍યુ કરવામાં સરળતા રહે તે છે.  

ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસ વિભાગ દ્વારા હાલમાં ૦૮ જેટલા ફાયર સ્‍ટેશનો કાર્યરત છે તેમજ આગામી સમયમાં નવા ફાયર સ્‍ટેશનો કાર્યરત થનાર છે. ફાયર ્રૂ ઈમરજન્‍સી વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ આજુબાજુના વિસ્‍તારોમાં આગ લાગવાના બનાવો તેમજ અન્‍ય કુદરતી આફતોના સમયે રેસ્‍ક્‍યુ કામગીરી કરવામાં આવે છે.

આગામી વર્ષમાં ૦૫ નવી શબવાહીની રૂ ૯૫.૦૦ લાખનાં ખર્ચે  ખરીદ કરાશે.

ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના અલગ અલગ ફાયર સ્‍ટેશનોની જરૂરિયાત મુજબ ૪૦ નંગ B.A. (Breathing Apparatus) Set ની ખરીદી રૂ. ૪૦.૦ લાખનાં ખર્ચે ખરીદીની પ્રકિયા આ વર્ષે (૨૦૨૧-૨૨) કરવામાં આવી છે.

ફાયર ᅠએન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસ તથા વોટરવર્કસ વિભાગના ઉપયોગ માટે શહેરમાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્‍ડીંગ મલ્‍ટીપ્‍લેક્‍સમાં આગના સમયે ઝડપી બચાવ કાર્ય તથા આગને બુજવવા માટે ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માં ફાયરબ્રિગેડ વિભાગ માટે ૮૦ મીટર ઉચાઈના હાઇડ્રોલિક પ્‍લેટફોર્મ, જેની કિમત રૂ. ૨૦.૦ કરોડ જેવી છે. આવતા વર્ષના(૨૦૨૧-૨૨) જુલાઈ માસ સુધીમાં આ ૮૦ મીટર ઉચાઈના હાઇડ્રોલિક પ્‍લેટફોમ ફાયરબ્રિગેડ વિભાગમાં ઉપયોગ માટે ઉપલબ્‍ધ હશે.

રાજકોટ શહેરના વિસ્‍તારોમા વધારો થતા આગામી વર્ષ - ૨૦૨૧-૨૨માં નવા ફાયર સ્‍ટેશનો, તેના માટેના સ્‍ટાફ, વાહનો, તેમજ હાલના સાત ફાયર સ્‍ટેશનની જરૂરીયાત માટે ૦૨ મીની રેસ્‍ક્‍યુ, ૦૫ ડેડ બોડી વાન, ૦૪ નંગ ફાયર વોટર ટેન્‍કર ‘ગજરાજ' (૨૦,૦૦૦ લીટર કેપેસીટી ), ૦૪ નંગ એબ્‍યુલન્‍સ, ૪૦ નંગ ગ્‍ખ્‍ સેટ, ૮૦ મીટર ઉચાઇના હાઇડ્રોલીક પ્‍લેટ ફોર્મ, તેમજ ફાયર સ્‍ટેશન માટે અન્‍ય જરૂરી નવા ફેરફારોને આધીન જરૂરિયાત પુરી કરવાની માંગણી મુકવામાં આવેલ છે. આ વાહનો અને સાધનોની ખરીદી અંદાજિત  રૂ. ૭૦૦  લાખ ના ખર્ચે આવતા  વર્ષે (૨૦૨૧-૨૨) કરવામાં આવનાર છે.

રાજકોટ શહેરના ભૌગોલિક વ્‍યાપ અને વસતિમાં થયેલ વધારાને ધ્‍યાને લઇ લોકોના જાનમાલની સુરક્ષા માટે નવા બે ફાયર સ્‍ટેશન, ઉપરાંત આજી જી.આઈ.ડી.સી. સાથે મળીને પણ વધુ એક ફાયર સ્‍ટેશનનું આગામી સમયમાં જગ્‍યાની ઉપલબ્‍ધિ અને નાણાંકીય આયોજનને ધ્‍યાનમાં રાખીને નિર્માણ કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(2:38 pm IST)