Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પ્રખ્યાત ચિત્રકાર લક્ષ્‍મણ પૈં નુ નિધન:ગોવામાં તેમના ઘરે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પૈં ને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ, નહેરુ એવોર્ડ અને લલિત કલા અકાદમી એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા

પણજી :પ્રખ્યાત ચિત્રકાર લક્ષ્‍મણ પૈં નુ નિધન થયુ છે. તેમણે ગોવામાં તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. લક્ષ્‍મણ પૈં આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલો ચિત્રકાર હતા. પૈં ને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ, નહેરુ એવોર્ડ અને લલિત કલા અકાદમી એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

લક્ષ્‍મણ પૈં નો જન્મ 21 જાન્યુઆરી, 1926 ના રોજ ગોવાના મડગાંવમાં થયો હતો. તેઓ મુંબઈ જે.જે.આર્ટસ સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી ના સ્નાતક છે. શિક્ષિત થયા ત્યારબાદ તે વધુ કળા અભ્યાસ માટે, દસ વર્ષ ફ્રાન્સમાં રહયા હતા. ભારત સહિત વિશ્વભરમાં તેમના ચિત્રોના પ્રદર્શનો યોજવામાં આવ્યા છે

લક્ષ્‍મણ પૈં ને ભારત સરકાર દ્વારા, 1945 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 1977 થી 1987 દરમિયાન ગોવા કોલેજ ઓફ આર્ટ્સના આચાર્ય હતા. બાદમાં 1987 માં ગોવા સરકારે તેમનુ સન્માન કર્યું હતુ. પછી થી ભારત સરકારે, લક્ષ્‍મણ પૈ ને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત પણ કર્યા. પૈં ને 1995 માં નેહરુ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1961, 1963 અને 1962 માં ત્રણ વખત એકેડેમી ઓફ ફાઈન આર્ટ્સથી નવાજવામાં આવ્યા છે.

(1:51 pm IST)