Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

યુ.કે.માં વંશીય ભેદભાવ : ભારતીય મૂળની યુવતી રશ્મિ સામંતને ઓક્સફર્ડ યુનિવર્સીટી સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડન્ટ પદેથી રાજીનામુ આપવું પડ્યું : યુ.કે.ના વંશીય ભેદભાવ વિરુદ્ધ ભારત અવાજ ઉઠાવશે : આ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે જ્યાં જાતીય ભેદભાવ સાંખી શકાય નહીં : વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં આપેલી માહિતી

ન્યુદિલ્હી : ભારતના વિદેશી અફેર્સ મિનિસ્ટર એસ.જયશંકરે આજ સોમવારે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત દેશ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે જ્યાં જાતીય ભેદભાવ સાંખી શકાય નહીં .વંશીય ભેદભાવને કારણે ભારતીય મૂળની યુવતી રશ્મિ સામંતને  ઓક્સફર્ડ યુનિવર્સીટી સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડન્ટ પદેથી રાજીનામુ આપવું પડ્યું છે.તે બાબતે  વંશીય ભેદભાવ વિરુદ્ધ ભારત અવાજ ઉઠાવશે .

ભારતીય જનતા પાર્ટીના સાંસદે યુ.કે.સ્થિત ભારતીય મૂળની યુવતી રશ્મિ સામંતને વંશીય ભેદભાવના કારણે ઓક્સફર્ડ યુનિવર્સીટી સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડન્ટ પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી તેના અનુસંધાને પૂછેલા સવાલના જવાબમાં એસ.જયશંકરે ઉપરોક્ત માહિતી આપી હતી.તથા જણાવ્યું  હતું કે ભારત અને યુ.કે.ને સારા સબંધો છે.આપણે ચોક્કસ આ બાબતે અવાજ ઉઠાવીશું.તેવું ટી.ટી.દ્વારા જાણવા મળે છે. 

(1:31 pm IST)