Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

'તુ ખુશ રહે...' વીડિયો શેર કરી ભાજપ સાંસદની પુત્રવધૂએ હાથની નસ કાપી: હોસ્પિટલમાં દાખલ

સાંસદ કૌશલ કિશોરનો પરિવાર ફરી વિવાદમાં: સાંસદના દિકરાની વહુએ આપઘાતનો પ્રયાસ કર્યો : અંકિતાએ વીડિયોમાં કહ્યુ હતુ કે હું કોઈની સાથે લડી નથી કેમ કે તારા પપ્પા સાંસદ છે અને મા ધારાસભ્ય છે. મારું કોઈ નહીં સાંભળે

નવી દિલ્હી : સાંસદ કૌશલ કિશોરના દિકરાની વહુએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વીડિયો શેર કરી ભાજપ સાંસદની પુત્રવધૂએ હાથની નસ કાપી હતી. હાલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

મોહનલાલ ગંજથી ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના સાંસદ કૌશલ કિશોરના પરિવારનો ફરી વિવાદમાં આવ્યો છે,સાંસદના દિકરાની વહુ અંકિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેણે હાથની નસ કાપી નાંખી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

અપઘાત કરતા પહેલા એક વીડિયો પણ જારી કર્યો. જેમાં અંકિતાએ કહ્યું કે હું આપઘાત કરવા જઇ રહી છું. આ બાદ તે સાંસદ કૌશલ કિશોરના દુબગ્ગા સ્થિત ઘર પર સ્કૂટીથ પહોંચી અને હાથની નસ કાપી નાંખી. જોકે વીડિયો બાદ પોલીસ તેને ટ્રેક કરી ત્યાં પહોંચી તેને હોસ્પિટલ લઈ ગઈ હતી.

અંકિતાએ વીડિયોમાં કહ્યુ હતુ કે હું કોઈની સાથે લડી નથી કેમ કે તારા પપ્પા સાંસદ છે અને મા ધારાસભ્ય છે. મારું કોઈ નહીં સાંભળે. હું આજ સુધી કોઈને તને હાથ લગાવવા નથી દીધો. તો હું તને કેવી રીતે મારી શકુ. તુ કેટલું ખોટુ બોલી રહ્યો છે. તે અને તારા ઘરવાળાઓએ મને જીવવા લાયક નથી છોડી. તેણે કહ્યું ઘરનું ભાડુ નથી આપ્યુ. ગેસ સિલેન્ડર નથી ભરાવ્યો. એક વાર પણ ન વિચાર્યુ કે હું શું ખાઈશ. જો તારે મારી સાથે નથી આવવું તો મારે રહેવું પણ નથી. હું જઈ રહી છું અને તુ મને યાદ રાખીશ અને વિચારીશ કે મારાથી વધારે પ્રેમ કરનાર તને કોઈ નહીં મળે. મારા મરવાનું કારણ તુ અને તારા પરિવારજનો છે. '

 

આ મામલામાં સાંસદ કૌશલ કિશોરે કહ્યું કે તેને મારી પુત્રવધૂ ન કહેશો તેણે અને આયુષે લગ્ન કર્યા હતા અને હું તેના પક્ષમાં નહોંતો. અંકિતા મને અને મારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. આત્મહત્યાનું નાટક કર્યુ. આ પહેલા અંકિતાએ પતિ આયુષ અને તેના પરિવારનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.

અગાઉ સાંસદ કૌશલ કિશોરના દિકરાએ પોતાની જ પત્ની પર આરોપ લગાવ્યા હતા. સાંસદના દિકરાએ તેની પત્નીએ તેના પર ગોળી ચલાવ્યાનો આરોપ લગાવ્યો હતો.

(1:28 pm IST)